Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 5
________________ છે usiels12 “મંદિર' નામના આ પુસ્તકને આજે અમે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રકાશિત કરીએ છીએ. પરમપૂજ્ય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે આ મંદિરનું સર્જન કર્યું છે. મંદિરમાં વિવિધ કોતરણીઓ હોય છે. તેમ આ મંદિરમાં વિવિધ લેખો છે. આ લેખો શાસ્ત્રવાંચન, ઉપદેશશ્રવણ, પ્રસંગનિરીક્ષણ, સ્વાનુભવ વગેરરૂપી દહીંને ચિંતનમનનરૂપી રવૈયાથી મચ્યા પછી નીકળેલા નવનીત જેવા છે. મુનિરાજશ્રીએ સાદી અને સરળ ભાષામાં ખૂબ ઊંચા તત્ત્વોની વાત આ પુસ્તકમાં કરી છે. ટોનિક વાપરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આ પુસ્તક એક આધ્યાત્મિક ટોનિક છે. તેને વાંચવાથી આત્મા શક્તિશાળી બને છે. શરીરની માવજત આપણે ઘણી કરીએ છીએ. ચાલો, આજથી આ પુસ્તક વાંચીને આપણે આત્માની માવજત શરૂ કરીએ. વિ.સં. 2074, ફા.સુ.૬, બુધવાર, તા. 21-2-2018 ના દિવસે મુનિરાજશ્રીને ગણિ-પન્યાસ-પદ-પ્રદાન થશે અને વિ.સં. 2074, ફા.સુ. 7, ગુરુવાર, તા. રરર-ર૦૧૮ ના દિવસે મુનિરાજશ્રીને વર્ધમાનતપની ૧૦૦મી ઓળીનું પારણું થશે. આ બન્ને પ્રસંગોની ઉજવણીના એક ભાગ રૂપે પ્રકાશિત થનારા મુનિરાજશ્રી દ્વારા લિખિત અગ્યાર પુસ્તકોમાંનું આ પાંચમું પુસ્તક છે. તે અગ્યાર પુસ્તકોના નામો આ પ્રમાણે છે - (1) એડ્રેસ (2) સિગ્નલ (3) થેલી (4) દ્વાર (5) મંદિર (6) કેડી (7) સોપાન (8) સુગંધ (9) કલ્યાણકમહિમા (10) અંદર ઊતરીએ (11) ભાવના ભાવીએ માણસ મંદિરને બહારથી જોઈને ખુશ થઈ જતો નથી. તે મંદિરની અંદર પેસીને સૂક્ષ્મદૃષ્ટિથી મંદિરની કલાકૃતિઓ, શિલ્પો, અન્ય વિશેષતાઓ વગેરેને જુવે છે. આ મંદિર'ને હાથમાં લઈને ઉપરછલ્લુ જોઈને સંતોષ ન માનવો. આ મંદિરની અંદરના લેખોને સૂક્ષ્મદૃષ્ટિથી વાંચવા, સૂક્ષ્મપ્રજ્ઞાથી વિચારવા અને એમનામાંથી મળતાં બોધ, સાર, પ્રેરણા વગેરે રૂપી ટાંકણા દ્વારા આત્મારૂપી પથ્થરમાંથી પરમાત્મારૂપી શિલ્પ ઘડવું. આમ કરવાથી મુનિરાજશ્રીએ આ પુસ્તકના સર્જનમાં આપણી માટે કરેલી મહેનત સફળ થશે. સહુ કોઈ આ પુસ્તક વાંચીને પોતાના ભંગાર જીવનનો શૃંગાર કરે એ જ એક શુભભાવના. આવા અનેક સત્કાર્યોની સુગંધથી અમે અમારા જીવનઉદ્યાનને સુવાસિત બનાવીએ એવી કૃપા વરસાવવા પરમપિતા પરમાત્માને વિનંતિ. લિ. શ્રેષ્ઠીવર્ય સુશ્રાવકશ્રી રામજીભાઈ વેલજીભાઈ ગાલા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 114