Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ કાલલોક ત્યાર બાદ નક્ષત્ર વર્ષના અનુક્રમે તોલ અને માન કહેલા છે. તે પછી કયા નક્ષત્રના યોગથી કયો માસ થાય, તેની વિગત છે. નક્ષત્ર વર્ષના, ચંદ્રવર્ષના, કર્મવર્ષના, સૂર્યવર્ષના, અભિવર્ધિત વર્ષના પ્રકૃતિથી લક્ષણ બતાવેલા છે. ત્યાર બાદ સૂર્યના મુહૂર્તનું પ્રમાણ લાવવાની રીત બતાવી છે, યુગના નક્ષત્ર માસની સંખ્યા અને યુગમાં જુદા જુદા માસનું પ્રમાણ કહેલું છે. યુગનો આરંભ કયા વર્ષથી થાય ?અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં કયારથી થાય ? મુહૂર્તોની ગણતરી ભરત–ઐરાવત તથા મહાવિદેહમાં કયારથી આરંભ થાય ? તેની સમજ તથા સાથોસાથ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના પુરાવાથી એ વિષયને મજબૂત કરતા ગયા છે. જ્યારે સર્વક્ષેત્રોમાં યુગનો આરંભ કયારે થાય છે ? તે જ્યોતિષ્કરંડકના મતનું વલ્લભી વાચનાનુસાર વર્ણન કર્યું છે. જ્યારે માધુરી વાચનાનુસાર જુદી વિગત છે.તેથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બન્ને પક્ષો તરફ મધ્યસ્થ રહીને બન્નેની માન્યતાને સ્પષ્ટ જણાવી દીધેલ છે. ત્યારપછી યુગમાં સૂર્યના અયનો વિષે તેના કારણો બતાવ્યા છે. તેમાં દક્ષિણાયનનો પ્રારંભ કરતાં માંડલા વિષે તથા એનો અંત કરતાં માંડલાની સંખ્યા વિષે કહ્યું છે. તેવી જ રીતે ઉત્તરાયન અંગે પણ ટૂંકથી સ્પષ્ટ જણાવ્યું છે. કોઈ દિવસે ઇચ્છા થાય કે આજે કયું અયન ચાલે છે અને કયું વીતી ગયું છે ? તો, તે જાણવાનું કરણ ખૂબ જ સરળ શૈલીમાં જણાવ્યું છે. દરેક અયનમાં ચંદ્ર કેટલું ચાલે ? તે તથા તેનું પ્રમાણ અને તે પ્રમાણ કાઢવાની ત્રિરાશિની રીત પણ બતાવી એવી જ રીતે યુગમાં સૂર્યના કેટલા અયનો થાય ? ત્રિરાશિની સ્થાપના દ્વારા સ્પષ્ટ બતાવેલ છે. સૂર્યની આવૃત્તિ યુગમાં પ્રથમ કયારે થાય ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તેથી તેવી શંકા ઉત્પન્ન કરીને સમાધાન ઉદાહરણ દ્વારા કરેલ છે. એ રીતે ત્રણ આવૃત્તિનાં ઉદાહરણો બતાવીને પછી તેનું માર્ગદર્શન જ આપી દીધું છે. સૂર્ય કયારે કઈ આવૃત્તિઓ શરૂ કરે ? તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યારપછી વિષુવ પ્રકરણનું વર્ણન છે. તે વિષુવ જાણવાનું કરણ પણ બતાવેલ છે. એક યુગમાં ચંદ્રના અને સૂર્યના કેટલા ઉત્તરાયન તથા દક્ષિણાયન હોય ? તે સંખ્યા બતાવી છે. ત્યાર બાદ ઋતુઓનું વર્ણન કરતાં તે ઋતુઓ સૂર્ય અને ચન્દ્રને આશ્રયીને કેવી રીતે પ્રવર્તે છે ? તે નામપૂર્વક વિસ્તારથી જણાવેલ છે. સમજવામાં સરળ રહે તેથી યંત્ર પણ બતાવેલ છે. ત્યારપછી લોકોત્તર અને લૌકિક દૃષ્ટિએ બાર માસોના નામ બતાવીને દિવસ-રાત્રિના નામો બતાવેલ છે. ત્યારપછી તિથિઓના નામ પણ ક્રમવાર બતાવેલ છે. તે પંદર તિથિઓના સ્વામીઓ પણ જે લૌકિકશાસ્ત્રમાં કહેલા છે, તેમના નામો આપ્યા છે. પણ બે મત હોવાથી બન્ને મતને માન્ય નામોનો ઉલ્લેખ કરેલ છે. અહોરાત્રની ઉત્પત્તિ અને તિથિની ઉત્પત્તિ કોનાથી થાય છે ? તે જણાવેલ છે. ત્યારબાદ એક તિથિ કયાં સુધી રહે ? તેનું પ્રમાણ બતાવેલ છે. તથા નક્કી કરેલા દિવસે નક્કી કરેલી એટલે ઇચ્છેલી તિથિ કેટલા કાળના પ્રમાણવાળી હોય છે ? તે જાણવાનું કરણ ઉદાહરણપૂર્વક બતાવેલ છે. ત્યારપછી ક્ષયતિથિ કોને માનવી તેમાં અંશોની હાનિ અને વૃદ્ધિનું વર્ણન કરેલ છે. ત્યારપછી અવમાત્ર સંબંધી અનેક પ્રકારની શંકા કરી તેના સમાધાનો કર્યા છે અને ક્ષય-તિથિ જાણવાનું કરણ તથા યંત્ર આપેલ છે. ત્યારબાદ કરણોની પ્રરૂપણા કરેલ છે. તેના બે ભેદ, ચર અને સ્થિર, તેમાં ચરના સાત કરણો, તેના નામ તથા તે કયારે હોય ? વિગેરે વિસ્તારથી વર્ણન કરેલું છે. સાથે જ તે કરણોના સ્વામી તથા પ્રયોજન લૌકિકશાસ્ત્રમાં જે પ્રમાણે છે, તે નામો કહેલ છે. ત્યાર પછી જે ત્રીસ મુહૂર્તો ફર્યા કરે છે, તેમનાં નામો બતાવેલ છે. તથા દરેક અહોરાત્રમાં ચંદ્રના નક્ષત્રો ફર્યા કરે છે. તેના નામ કહેલ છે. તથા તેની જાણવાની પદ્ધતિ બતાવી છે. ત્યાર પછી સૂર્ય નક્ષત્રનું વર્ણન તથા તેને જાણવાનું કરણ ઉદાહરણપૂર્વક કહેલ છે. ત્યારબાદ પોરસીનું વર્ણન કરેલ છે. તેમાં પોરસી જાણવાની રીત તથા પોરસીની છાયાની વધઘટ કેવી રીતે જાણવી ઉપરાંત પોરસીનું પ્રમાણ જાણવાની રીત દૃષ્ટાંતપૂર્વક બતાવેલ છે. ત્યારપછી સાઢપોરસીનું પ્રમાણ, એને જાણવાની રીત, વિગેરે બતાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 564