________________
કાલલોક
કાલલોક
[સર્ગ ૨૮ થી ૩૧નું ટૂંક વિવરણ]
* સર્ગ ૨૮મો
પરમ પૂજ્ય, પરમોપકારી, ઉપાઘ્યાયશ્રી વિનયવિજયજી મહારાજ સાહેબે આપણા જૈન ધર્મના લગભગ તાત્ત્વિક પદાર્થોને એક જ ગ્રંથમાં સમાવેશ કરવાના આશયથી આ લોકપ્રકાશ ગ્રંથની રચના કરી છે. દ્રવ્ય—ક્ષેત્ર—કાળ—ભાવના ચાર વિભાગો દ્વારા અનુપમ ગોઠવણી કરીને આગમ ગ્રંથોનો સાર આપી દીધો છે. દ્રવ્ય—ક્ષેત્રના ૨૭ સર્ગ પછી કાળની વિગત આવે છે. તેમાં કુલ ૨૮ થી ૩૫ સર્ગ છે. ૩૬મા સર્ગમાં ભાવનું નિરૂપણ છે અને ૩૭મા સર્ગમાં સંપૂર્ણ લોકપ્રકાશમાં આવતા પદાર્થોની સૂચિ છે.
આ કાળલોકના પ્રથમાર્ધમાં ૨૮ થી ૩૧ સર્ગ છે, તેમાં ૨૮મો સર્ગ જ્યોતિષ વિષયક છે, જે થોડો ક્લિષ્ટ વિષય છે.
૯
કાળ, એ દ્રવ્ય હોઈ શકે નહીં—એ સિદ્ધાંતને એક યુક્તિથી મજબૂત કરીને, બીજી યુક્તિથી અને આગમથી પણ કાળને દ્રવ્યપણે સિદ્ધ કરેલ છે.
વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ–એ કાળના ચાર પ્રકારોનું પ્રથમ સંક્ષેપથી અને પછી વિસ્તારથી વર્ણન કરેલ છે.
અઢીદ્વીપની બહાર ચરજ્યોતિષ ન હોવાથી તે અંગે પ્રશ્નો કરીને સમાધાન કરેલ છે. ત્યાર પછી કાલના નિક્ષેપોને પ્રતિભેદ સહિત ૧. સન્નામ કાળ, ૨. સ્થાપના કાળ, ૩. દ્રવ્યકાળ, ૪. અદ્દાકાળ વિગેરેનું વિસ્તારથી વર્ણન કરેલ છે.
તેમાં પણ ઇચ્છાકાર–મિચ્છાકાર વિગેરે દવિધ સમાચા૨ીનું વર્ણન કરેલ છે.
પ્રમાણકાળ, અતીત-અનાગત-વર્તમાન એ ત્રણ પ્રકારનો છે. તેમાં પ્રમાણકાળના સંખ્યાત, અસંખ્યાત, અનંત એમ ત્રણ ભાગ પાડીને તેમાં સમય, આલિ, તેનું પ્રમાણ, ક્ષુલ્લકભવ, તેનું પ્રયોજન, ત્યાર પછી પ્રાણનું વર્ણન, આલિકા અને સમય અંગે પ્રશ્નો કરીને નિશ્ચયથી સમય માત્ર જ પ્રમાણ છે તે બતાવ્યું છે. ત્યાર પછી સ્તોક લવ–અને નાલિકાનું વર્ણન છે. નાલિકાનું બીજી રીતે જે વર્ણન કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણ દષ્ટાંતની સમજણપૂર્વક સમજાવવામાં આવ્યું છે. જ્યારે વચ્ચે તુલાનું માપ આવવાથી તુલાનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
જ્યારે લૌકિક શાસ્ત્રમાં યવ—ગુંજા-વાલ-ધરણ-ગઘાણક-ઇન્દ્ર-ઘટક-માપ-કર્ષ (તોલો) પલ-ટંક–શેર–મણ વિગેરેનું માન બતાવ્યું છે. પછી તુલાનું માન કહેલું છે. એ તુલા એટલે શું ? અને કેવી હોય ? તે સમજાય તે રીતે બતાવેલ છે. ત્યાર પછી માપનું પ્રમાણ કહેલ છે.
તે કુડવ–પ્રસ્થ—પલ—દ્રોણ–ખારીની એક એક શ્લોક દ્વારા સમજણ આપી છે. ત્યાર પછી એ જ નાલિકાનું પ્રમાણ આગળ ચલાવતાં ઘડીનું પ્રમાણ કહ્યું. વળી એક સુંદર શ્લોકમાં સાઈઠ ગુરુ અક્ષરો દ્વારા પલનું માપ બતાવ્યું છે. ત્યાર પછી મુહૂર્ત-રાત્રિ-દિવસ–પખવાડીયું—માસ વર્ષ–વસંતાદિક ઋતુ-ત્યારપછી પાંચ પ્રકારના સંવત્સરોનું
વર્ણન કરેલ છે.
ત્યારબાદ યુગ અને તેના વર્ષો,ચંદ્ર સંવત્સરનું પ્રમાણ, નક્ષત્ર સંવત્સર,અભિવર્ધિત સંવત્સરનું વર્ણન કરેલ છે. ત્યારબાદ સૂર્ય—ઋતુ-ચન્દ્ર—નક્ષત્ર અને અભિવર્ધિત આ પાંચે માસનું પ્રમાણ તથા તે અંગેના યંત્રો, નક્ષત્રોના અંશોથી મુહૂર્તનું પ્રમાણ, અધિકમાસની ઉત્પત્તિનું કારણ, ઋતુમાસ (કર્મમાસ)નું વર્ણન, કયા માસમાં મકાનનો પ્રારંભ કરવો ? તેની વિગત તથા સૂર્ય વર્ષના રાત્રિ દિવસ કેટલા ? કેવી રીતે થાય ? તેની રીત બતાવેલ છે. સૂર્ય કયા નક્ષત્રમાં કેટલો સમય રહે છે, તેની વિગત, કર્મ વર્ષના દિવસો અને મુહૂર્તોનું પ્રમાણ, ત્યારપછી નક્ષત્ર વર્ષના મુહૂર્તનું પ્રમાણ કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org