Book Title: Lokprakash Part 04 Author(s): Kunvarji Anandji Shah Publisher: Namaskar Aradhak Trust, Mumbai View full book textPage 8
________________ કાલલોક આ વિભાગનો ૨૮મો સર્ગ જ્યોતિષ સંબંધી હોવાથી એના અભ્યાસી પાસેથી સમજવું પડે તેમ છે અને સર્ગ ૩૧માં વાસ્તુસારનું વિવરણ પણ તેમના જાણકાર પાસેથી સમજવા જેવું છે. બાકી આખા ગ્રંથનું વર્ણન સરલ સમજાય તેવું છે. આ ગ્રન્થના સંપાદનમાં પ્રાકૃત ટેક્ષ સોસાયટી તથા લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટીટયુટ તરફથી પરમ પૂજ્ય મુનિશ્રી પૂન્ય વિજયજી મહારાજે શુદ્ધ કરેલી પ્રતની ઝેરોક્ષ કોપી મળતાં જ્યાં જ્યાં સુધારા જણાયા ત્યાં ત્યાં તે પ્રતના આધારે કર્યા છે, તેથી આ તકે અમે ઉપરોક્ત બંને સંસ્થાઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરીએ છીએ. જ્યારે પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ ગઈ, મહાત્માઓ પાસેથી માંગ આવતી જ રહી ત્યારે આ ગ્રંથની ઉપયોગિતા સમજીને ફરી પ્રિન્ટ કરાવવાનું વિચારાયું અને તેમાં પૂર્વમાં રહી ગયેલી ત્રુટિઓને દૂર કરવા માટે ફરીથી તપાસવામાં આવ્યું. યોગ્ય સુધારા-વધારા કરાયા. ઘણા ચિત્રો આચાર્ય શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજા તરફથી પ્રકાશિત બૃહત્ સંગ્રહણી ગ્રંથમાંથી લીધા છે તેથી તેમનો આ તકે આભાર માનું છું... આ મહાન વિશાળ ગ્રંથના સંપાદન-સંકલનમાં જે કંઈ નૂટિ રહી ગઈ હોય તે સુજ્ઞ મહાત્માઓ મને જણાવે અને રહી ગયેલ ક્ષતિઓ માટે ત્રિવિધે–ત્રિવિધ ક્ષમાપના... પ્રાંતે આવા તત્ત્વસભર પ્રકરણ ગ્રંથના અભ્યાસ દ્વારા આત્માને સતત જાગૃત રાખી કર્મથી નિર્મૂળ બની જલ્દી શિવસુખગામી બનીએ એજ એક શુભાભિલાષા. બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૪૫ ચૈત્ર સુદ-૧૫ વિ. સં. ૨૦૫૩ ચૈત્ર સુદ-૧૫ પં. વજસેન વિજય ગણિ. અમદાવાદ, ભુજ (કચ્છ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 564