Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ કાલલોક આ ગ્રંથ અંગે કંઈક ! ! ! અગાધ જળથી ભરેલા સમુદ્રમાંથી જેમ રત્નોને વીણવાનું કાર્ય અત્યંત વિકટ છે, છતાં સમુદ્રના મરજીવાઓ એ રત્નોને લઈ આવે છે, બસ ! તેવી જ રીતે અગાધજ્ઞાનના ખજાના જેવા, પરમકૃપાળુ સર્વજ્ઞ ભગવંતોએ પ્રકાશેલ વાણીને ગણધરભગવંતોએ શબ્દોમાં ગૂંથી તે આગમસ્થ થયેલી વાણીમાંથી અનેક મહાપુરુષોએ પોતાના જ્ઞાનના ક્ષયોપશમથી સ્વ–પરની કલ્યાણની ભાવનાથી સરલ તાત્ત્વિક પદાર્થોને તારવીને આપણા જેવા બાળજીવો સમક્ષ પ્રદર્શિત કર્યા છે. એ અનેક મહાપુરુષોમાંથી નજીકના સમયમાં જ થઈ ગયેલા એક મહાપુરુષ એટલે પરમ પૂજ્ય મહાવિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રી કીર્તિવિજયજી મહારાજના વિનીત શિષ્યરત્ન પ્રકાંડ વિદ્વાન–વિનયી–અનેક શાસ્ત્રોનાં વાંચન દ્વારા આગમજ્ઞ બનેલા એવા ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ. - આ ઉપકારીનું જીવન તથા તેમણે જીવનમાં શું કર્યું છે? એ કેવા મહાન અને વિદ્વાન હતા? તે વિગત આ જ લોકપ્રકાશ ગ્રંથના પ્રથમ ભાગમાં આવેલ છે. એવા આ મહાપુરુષે બધા આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેના નીચોડરૂપે જૈનશાસનના મહાનપદાર્થોને ચાર ભાગમાં વહેંચીને શકર્ય બધું જ સમાવી દેવાનો પ્રયાસ કર્યો અને ઘણા અંશે સફળતા મેળવી શક્યા. તે ચાર વિભાગ એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. દ્રવ્ય અને ક્ષેત્ર લોકપ્રકાશ એમ બે આપણે જોઈ ગયા. હવે આ ત્રીજા કાળ લોકપ્રકાશમાં કાળની હકીકત છે. તેનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે ખૂબ જ વ્યવસ્થિત કરેલું હતું પણ આ પુસ્તક હિન્દી લિપિમાં તથા સળંગ છપાયેલ હોવાથી વાંચનમાં મૂંઝવણ રૂપ થતું. તેથી આ નવા પ્રકાશનમાં વ્યવસ્થિત કરીને ભાષાંતરને ગુજરાતી લિપિમાં લીધું અને વાંચવામાં, ઉપાડવા આદિમાં સહેલું પડે–સારી રીતે સચવાય, તે દૃષ્ટિને ધ્યાનમાં લઈને ક્ષેત્રલોક પ્રકાશની જેમ કાળલોકપ્રકાશને પણ બે ભાગમાં પ્રકાશિત કરવાનું વિચાર્યું અને તેના પહેલા ભાગ પૂર્વાર્ધમાં સર્ચ ૨૮ થી ૩૧ અને બીજા ભાગ ઉત્તરાર્ધમાં સર્ગ ૩૨ થી ૩૭ સુધી એ રીતે પ્રકાશિત કર્યું. આ ગ્રન્થમાં શું છે, તેનું ટૂંક વિવરણ આ સાથે જ મુનિ હેમપ્રભવિજયજીએ લખેલ છે. વિશેષ આ ગ્રંથની જૂની આવૃત્તિમાં આખા લોકપ્રકાશ ગ્રંથમાં આવતા આગમ પાઠોની યાદી જૂની છપાયેલી પ્રતાનુસાર આપેલ હતી તેના બદલે અમોએ દરેક વિભાગમાં આવતા શ્લોકોમાં રહેલા આગમ પાઠોની યાદી દરેક વિભાગમાં ભિન્ન ભિન્ન આપી દીધી છે. જૂની આવૃત્તિમાં ૨૮મા સર્ગનો ઉપોદ્દાત પહેલાં આપેલ તેના બદલે ૨૮મો સર્ગ પૂરો થયા પછી તરત જ આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 564