________________
કિશોરભાઈ તેમાં અપવાદરૂપ છે. તેઓ છેડા પણ સહેયી મિત્રે ધરાવે છે, જે તેમની યશસ્વી કારકીર્દિ ઘડવામાં યોગ્ય સાથ-સહકાર આપી રહેલ છે.
શ્રી કિશોરભાઈની વિદ્યાર્થી તરીકેની કારકીર્દિ એકંદર ઝળકતી હતી. ઇન્ટર કેમર્સ સુધી પહોંચ્યા પછી તેમણે જી. સી. ડી.ને ખાસ. કેર્સ કર્યો હતો અને તેની પરીક્ષામાં પ્રથમ પંકિત મેળવી હતી.
એકવીશ વર્ષની યુવાન વયે તેમણે પિતાના વ્યવસાયમાં રસ લેવા માંડ્યો. થોડા વખતમાં તો તેમણે એ વ્યવસાયના મહત્ત્વના મુદ્દાઓ સમજી લીધા અને તે અંગે પિતાને નિર્ણય કરવા લાગ્યા. તેમનું આ બુદ્ધિકૌશલ્ય જોઈ પિતાને સંતોષ થયે.
સને ૧૯૬૭ના મે–માસની પાંચમી તારીખે તેઓ ઘોઘાનિવાસી શ્રીમાન લલ્લુભાઈ જીવણભાઈની સુપુત્રી ઉષાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા, શ્રીમતી ઉષાબહેનના અનેકવિધ સગુણોને લીધે તેમના લગ્નજીવનમાં સુખના સ્વસ્તિક પૂરાયા. આજે તેઓ એક પુત્ર અને એક પુત્રીના પિતા છે અને તેમને ખૂબ મમતાથી ઉછેરી રહેલ છે.
હાલ તેઓ અંધેરી-કુર્લા રોડ પર આવેલ મોહન ટુડિમાં પિતાના બંગલામાં જ રહે છે અને પિતાના સ્વીકૃત વ્યવસાય ઉપરાંત સમાજહિતની અનેક પ્રવૃત્તિઓમાં રસ લઈ રહેલ છે. અંધેરી છમખાનાના તેઓ પેટ્રન છે અને બીજી પણ નાની–મેટી અનેક સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે.
ગત વર્ષે આ માસમાં તેમના બંગલે પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની શાસનસેવિકા શ્રી પદ્માવતી દેવીનું આઠ દિવસનું ભવ્ય અનુકાન અમારી નિશ્રામાં થયું, ત્યારે અમે તેમના ગાઢ પરિચયમાં આવ્યા અને તેમની સજનતા, ઉદારતા તથા ધર્મપ્રિયતાથી ખૂબજ પ્રભાવિત થયા. તેથી અમે પ્રસ્તુત ગ્રંથ તેમને સમર્પિત કરી રહ્યા છીએ. તેઓ દિનપ્રતિદિન પ્રગતિ સાધે અને સ્વ–પર કલ્યાણનાં કાર્યોમાં વિશેષ રસ લે, એવી શાસનદેવ પ્રત્યે હાર્દિક પ્રાર્થના.
ધીરજલાલ ટોકરશી શાહ.