Book Title: Logassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ આ બંને વ્યક્તિઓમાં બંધ કરવાને ઉત્સાહ હતો અને તે સાથે સાહસિક વૃત્તિ પણ હતી, એટલે તેમણે રમણીકલાલ મોહનલાલ એન્ડ કુાં નામથી એક પેઢી શરૂ કરી અને ફિલ્મ વ્યવસાયને લગતા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેણે અંધેરી-કુર્લા રોડ પર શુટીંગ માટે મેહન સુડિયે ઊભો કર્યો તથા મેહન પિશ્ચર્સ, શાહ પિક્સર્સ, રમણીક પ્રોડકશન વગેરે નામથી અનેક જાતની ફિલ્મો ઉતારવા માંડી. વળી ફિલ્મ વિતરણનું કાર્ય પણ હાથ ધર્યું અને દાદર–પર બ્રેડવે થિયેટર બાંધી તેમાં ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ફિલ્મ વ્યવસાયનાં આટલાં ક્ષેત્રોમાં એકી સાથે ઝુકાવનાર આ પેઢી એકલી જ હતી, એમ કહીએ તે તેમાં કંઈ પણ અતિશયોક્તિ નથી. આ પેઢીએ આ દરેક ક્ષેત્રમાં સફલતા મેળવી અને ટૂંકા સમયમાં યશ તથા લાભ બંનેની પ્રાપ્તિ કરી. આજે પણ આ પેઢી મુંબઈમાં પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી રહી છે. શ્રીરમણીકભાઈ વ્યવસાયક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધતા ગયા, તેમ સગાંસંબંધી અને મિત્રોને જરૂર પડયે ઉપયોગી થતા રહ્યા. તેમને સ્વભાવ પરગજુ હતા, એટલે તેઓ કેઈનું દુઃખ જોઈ શકતા નહિ. તેમણે ગુપ્તદાન દ્વારા સેંકડે દીન-દુખીનાં આંસુ લૂછી આશીર્વાદ મેળવ્યા હતા. નેંધપાત્ર બીના તે એ છે કે તેમણે આ રીતે વાપરેલાં નાણાંને કદી સરવાળો માંડે ન હતો અને કદી તેની જાહેરાત કરી ન હતી. જમણો હાથ આપે, તે ડાબા હાથે જાણવું ન જોઈએ, એ સિદ્ધાંતને તેઓ છેવટ સુધી ચુસ્તપણે વળગી રહ્યા હતા. થડી માંદગી બાદ તા. ૩૦-૭-૭૩ના રોજ તેઓ શાંતિપૂર્વક પરલેક સિધાવ્યા, ત્યારે તેમના જીવનની સુવાસ ચોતરફ પ્રસરી ચૂકી હતી. આજે પણ તેમની સ્મૃતિથી અનેક આંખ ભીની બને છે અને તેમને ભાવભરી અંજલિ સમપે છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 546