________________
સૌજન્યમૂતિ સ્વ. શ્રીમાન રમણીકલાલ નાનચંદ શાહ
[ટૂંક જીવનપરિચય) સૌરાષ્ટ્રના સપુતોએ જીવનનાં વિવિધ ક્ષેત્રમાં અને ઇતિહાસ સજોલે છે. આ ઈતિહાસનું એક પ્રાણવંત પૃષ્ઠ લખવામાં શ્રીમાન રમણીકલાલ નાનચંદ શાહ સદા પ્રયત્નશીલ રહ્યા હતા, તેથી તેમને પરિચય કરાવતાં અમને આનંદ થાય છે. .
તેમનો જન્મ ભાવનગર નજીક વરતેજ ગામમાં ઘોઘારી વીશાશ્રીમાલીજ્ઞાતીય શેઠશ્રી નાનચંદ તારાચંદને ત્યાં સને ૧૯૧૦ના માર્ચ મહિનાની બીજી તારીખે થયું હતું. આ કુટુંબ જૈનધર્મપરાયણ હવાથી દયા, દાન અને પરોપકારના સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. વળી સિદ્ધાચલ તીર્થ સમીપ હોવાથી અને ભાવનગર જૈનેનું એક મહત્વનું કેન્દ્ર હોવાથી અહીં સાધુ-સાધ્વીઓનું આગમન વારં વાર થતું, તેમના દર્શન-સમાગમને લાભ પણ તેમને સારી રીતે મળ્યો હતો. પરિણામે તેમના જીવનમાં સુસંસ્કારે અને સદ્ભાવનાની. સૌરભ પ્રટી હતી.
યુવાન વયે તેઓ શ્રીમતી ચંચલબહેન સાથે લગ્ન-ગ્રંથિથી. જોડાયા હતા અને અનુક્રમે કિશોરભાઈ પુષ્પાબહેન, અરૂણાબહેન તથા અનિલાબહેનના પ્રેમાળ પિતા બન્યા હતા.
આ વખતે ઘણા ઘોઘારી જેને બેંગલેરમાં વસી જુદા જુદા ધંધાઓમાં સ્થિર થયા હતા, એટલે શ્રીરમણીકભાઈને બેંગલર પ્રત્યે આકર્ષણ થયું. તેઓ ત્યાં પહોંચી કાપડને ધંધો કરવા લાગ્યા, પરંતુ ભવિતવ્યતા જુદી જ નિર્માણ થયેલી હતી, એટલે તેઓ થોડા વખતમાં જ બેંગલેર છોડી મુંબઈ આવ્યા અને તેમના કાકા શ્રીમાન મેહનલાલ તારાચંદ સાથે જોડાઈ ફીલ્મ વ્યવસાયને આર્થિક ધીરાણ કરવા લાગ્યા.