________________
કે હવે મારે શું કરવું? પ્રભા ! મારું મન બહુજ મુંઝાઈ ગયું છે માટે તું મને યોગ્ય રસ્તો બતાવ.”
આ વખતે પ્રભાની આંખમાંથી આંસુની ધારા પ્રકટપણે વહેવા લાગી તે જોઈ લલિત બે
“ પ્રભા ! આમ રડીને પ્રથમથી જ વ્યથિત થએલા મારા હૃદય ને વધારે વ્યથા ન ઉપજાવ ! પણ મને એગ્ય માર્ગ બતાવ. તું રડ નહિ, તારા નેત્રામાંથી પડતું અને એક એક બિંદુ મારા હૃદયના ટુકડે ટુકડા કરી નાંખે છે, પ્રભા ! તું હવે રડે તે તને મારા સેગંદ છે. તું આમ રડી રડીને તારા ચિત્તને નિરર્થક દુઃખી ન કર ! તું જે કાંઈ કહીશ તે કરવાને માટે હું તૈયાર છું. તારા એક અમૂલ્ય શબ્દને માટે હું મારા તુચ્છ પ્રાણની પણ પરવાહ કરીશ નહિ. શું તારી ઈછા એવી છે કે મારે અહીં જ રહેવું?”
હા !” એ ઉત્તર તેણે તરતજ આપ્યો. પણ બીજી જ પળે તેના ધ્યાનમાં આવી ગયું કે પેતાના ફક્ત હા એ શબ્દમાં જ કેટલો બધે ઉડે અને ગહન અર્થ ભરેલો છે.
પ્રભાના મુખમાંથી હા એ શબ્દ નિકળતાંજ લલિત વિનય પૂર્વક, પિતાનું મસ્તક નીચે નમાવ્યું અને બોલ્યો
“પ્રભા ! તારી ગમે તેવી તુચ્છ અભિલાષા પૂર્ણ કરવામાં મારે આનંદ સમાયેલો છે. તારા મનમાં એમ છે કે મારે અહીં રહેવું પણ અહીં રહેવાથી મને ખરું સુખ પ્રાપ્ત થશે ખરું કે? મેં તને પ્રથમ કહ્યું તે પ્રમાણે જે તારી સ્થિતિમાં ફેરફાર થયે તે મારી સ્થિતિ કેવી થશે, તેને તે કાંઈ પણ વિચાર તારા ચિત્તમાં કર્યો છે ખરો કે નહીં! નહીં; પ્રભા ! મારા કથનને ખરે અથે હજુ પણ તારા સરળ ચિતમાં આવ્યો નથી. તને તારું ખરું ચિત સમઝાય તે પહેલાં જ તું મને અહીંથીતારી પાસેથી-દૂર જવા દે ! હું તારી પાસેથી દૂર ચાલી ગયા પછી મારું ગમે તે થશે તેની મને જરાએ દરકાર નથી.”
લલિત ! શું તે મારા હૃદયની આવીજ પરીક્ષા કરી ?” નીચું મુખ કરી પ્રભાએ કંપિત સ્વરે પ્રશ્ન પૂછ્યું.
પ્રભાને પ્રશ્ન સાંભળતાં જ લલિત એકદમ ખંભિત થઈ ગયો. પ્રભાના મુખમાંથી ગૂઢાર્થથી ભરેલા શબ્દ શ્રવણ કરતાં જ તેનું હૃદય થરથર કંપવા લાગ્યું. પિતાના કથનને ખરો અર્થ તેના જાણવામાં આવી તે નહીં ગયે હૈય, એવી શંકા આવવાથી તેણે ઉલ્લસિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com