Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang Author(s): Udaychand Lalchand Pandit Publisher: Udaychand Lalchand Pandit View full book textPage 9
________________ એવા એનેક કારણોથી તે મારા ઉપર પુત્ર જે પ્રેમ રાખે છે. મારા જ પગલાંથી કુમાર ચંદ્રસિંહને જન્મ થયે, એમ મરતાં સુધી પણ તારી માતાની માન્યતા હતી. તે સાધ્વી સ્ત્રી અને પિતાના પ્રાણ કરતાં પણ વધારે પ્રિય માનતી હતી. તેની ઉદારતાને ખોટો લાભ લઈ હું મને પિતાને ભૂલી જાઉં, એ નીચમાં નીચ કૃત્ય છે. અને પ્રાણ જતા પણ તેવું નીચ કામ મારા હાથે થશે નહિ. પ્રભા ! મારા અંતરની છુપી વાત તને કહીને મેં મારી છાતી ઉપર જે જબરદસ્ત ભાર હતો. તે આજે ઉતારી નાંખ્યો છે. ” થોડીવાર સુધી લલિત ચુપ રહીને ફરી બોલવા લાગ્યું – “પ્રભા ! ઘણું ઘણું વિચાર કરી જોતાં મને જણાય છે અને હું એજ નિશ્ચય ઉપર આવ્યો છું કે હવે તમારા સર્વેના સુખકર સહવાસને મારે ત્યાગ કરવો જ જોઈએ. જ્યાં સુધી મારા હૃદયમાં પ્રમાણિકતા છે. બાહુમાં શક્તિ અને સામર્થ્ય છે ત્યાં સુધી મને કઈ પણ પ્રકારની ચિંતા નથી. હું ગમે ત્યાં રહીને નીતિ અને પ્રમાણિકતાથી સમય વિતાવીશ. હવે અહીં રહેવાથી મને સુખ મળશે નહિ. કારણકે- લલિતનું કરૂણાજનક ભાષણ સાંભળી પ્રભાનું અંતઃકરણ બહુજ આકુળ વ્યાકુળ થયું. ઘણે વખત સુધી તેના હૃદયરૂપી રણભૂમિ ઉપર અનેક વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. તેની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તે રૂંધાએલા કંઠે વચમાંજ બોલી ઉઠી લલિત ! મારા પિતાજી કેવા વિકટ પ્રસંગમાં સપડાએલા છે તે જાણવા છતાં પણ તું આવા સંકટ સમયમાં તેમને છોડી જવાનો વિચાર કરે છે, શું એ તને સારું લાગે છે?” પ્રભા ! હું એટલે બધે કૃતઘ નથી. અત્યારે તેમના ઉપર કેવો સમય છે તે હું ઘણી સારી રીતે જાણું છું. તેમણે પિતાના પુત્રની જેમ મારૂં લાલન-પાલન કર્યું છે તેને યોગ્ય બદલે તેમને સંકટ સમયે સહાય કરીને હું વાળી આપીશ અને જ્યારે તેમનો અન્તિમ હેતુ સાધ્ય થઈ સર્વત્ર આનંદ અને આનંદ છવાઈ જશે ત્યારેજ હું તેમની રજા લઈશ. પછી હું છું અને મારું ભાગ્ય છે.” “ આજે નહીં તે પણ કોઈ એક દિવસે તું તારા ઉપર પ્રાણ કરતાં પણ વધારે પ્રેમ ધરાવનારાઓને દુઃખમાં છોડી જઇશ. ખરું ને?” “ પ્રભા ! હું લાચાર છું–મારે તેમ કર્યા વિના છૂટકોજ નથી. મેં તને સર્વ વાતે સ્પષ્ટપણે કહી સંભળાવી છે. હવે તુજ મને કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 214