________________
ભાવશુદ્ધ પ્રકૃતિથી “સ્થિત આત્મ-ચંદ્ર જ્ઞાન–ચંદ્રિકા, તાવરણમેઘ
૩૫૫
આવરે છે, ઢાંકી દે છે, ને તેથી તેનું યથાર્થ દર્શન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે–ઢાંકી દે છે, અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. પણ આ જ્ઞાનાવરણયાદિ જે ઘાતિક* અબ્ર જેવું-વાદળા જેવું વર્તે છે, તે ધર્મસંન્યાસગરૂપ પવનના સપાટાથી જ્યારે શ્રેણીની પરિસમાપ્તિ વિળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાન જ્ઞાનકેવલી સર્વજ્ઞ થાય છે.
અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દર થાય છે, કે તે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિથિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા સ્વસ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિ કર્મરૂપ મેઘપટલ ટળતાં પરં તિસ્વરૂપ આત્મ–ચંદ્ર, જિનરાજ–ચંદ્ર સ્વયંપૂર્ણ કેવલજ્ઞાનસ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપે ઝળહળે છે.' –શ્રીગદષ્ટિસમુચ્ચય ક્ષે.૧૮૩-૧૮૪ વિવેચનમાંથી (ડૉ. ભગવાનદાસ કૃત).
આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર,
શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું,
તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે,
સંન્યાસ ધર્મરૂપ વાયુતણ સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, તે જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે.”
–શ્રી ગદષ્ટિ કળશ, ૧૫૩-૫૪ (વરચિત)
બુદ્ધિરૂપ કરણના અભાવે મક્તને સર્વા-સવંદશિપણું સંભવતું નથી, તેમ જ બાહ્ય અર્થસંવેદન વેળાએ મુક્તને દુઃખાદિને અનુભવ થશે –એ બન્ને આશંકાનું યુક્તિથી સમાધાન કરે છે–
न करणाभावे कर्ता तत्फलसाधक इत्यनैकान्तिकं, परिनिष्ठितप्लवकस्य तरकाण्डाभावे प्लवनसंदर्शनादिति। म चोदयिकक्रियाभावरहितस्य ज्ञानमात्रादू दुःखादयः, तथानुभवतस्तत्स्वभावत्वोपपत्तेः १८५ * घातिकर्माभ्रकल्पं तदक्तयोगानिलाहतेः। જતિ તા શ્રીમાન નાથતે જ્ઞાનવરી '–શ્રી ગષ્ટિસમુચ્ચય, કલે. ૧૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org