Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 747
________________ લલિત વિસ્તરો : મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સબંધ ગ્ય છે, દીર્ધદષ્ટિથી વિચારવા ગ્ય છે; અને છેવટે મૃત્યુ તે છે જ એમ મૃત્યુ પ્રત્યે દષ્ટિ રાખવા ગ્ય છે, અને એટલે જ આ ભવના છેડા સુખ માટે પરભવ ન હારી જવાય એટલા માટે પાપથી સદા ડરતા રહી પરકપ્રધાન થઈને રહેવા યોગ્ય છે, અર્થાત્ પરલેકને પ્રધાન ગણું પરભવમાં પણ જેમ આત્માનું શ્રેય થાય એમ પ્રવર્તવું યોગ્ય છે. અને એટલા માટે જ (૮) “ગુરુજન સેવવા યોગ્ય છે, ગપટદર્શન કરવા યોગ્ય છે, તરૂપદિ ચિત્તમાં સ્થાપવા એગ્ય છે, ધારણા નિરૂપવા એગ્ય છે, વિક્ષેપમાર્ગ પરિહરવા ગ્ય છે, યોગ સિદ્ધિમાં યત્ન કરવા યોગ્ય છે. ગુરુજન–પંચપરમેષ્ઠિરૂપ ગુરુવ, ગુરજનસેવા: પંચ પરમ ગુરુ સેવવા યોગ્ય છે, ઉપાસવા ગ્ય છે, આરાધવા ગાટ દર્શન- ગ્ય છે. અને એ પંચ પરમ ગુરુની આરાધનાર્થે જેમાં એ પંચ ધ્યાન-ધારણાદિ પરમેષ્ટિનું રૂપ આલેખ્યું છે એવા ગપટનું દર્શન કરવા ગ્ય છે; તે પંચ પરમ ગુરુના રૂપ-વર્ણ–આકાર–ગુણ-સ્વરૂપાદિ ચિત્તમાં નિધાનની જેમ સ્થાપન કરવા ગ્ય છે, અને તેની વિસ્મૃતિ-વિશ્રુતિ ન થાય એમ તે અરિહંતાદિ પંચ પરમ ગુરુના સ્વરૂપની ધારણા ધારવા યોગ્ય છે; અને તે ધારણામાં વિક્ષેપરૂપ થઈ પડે એવા ડામાડોળ કરનારા વિક્ષેપમાર્ગને પરિહરવા-દૂરથી ત્યજવા યોગ્ય છે, અને આમ દઢ ધારણ ધારણ કરી ધ્યાન-સમાધિરૂપ યોગની સિદ્ધિમાં યત્ન કરવા ગ્ય છે. * જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી રે.....મનમોહના જિનરાયા”– શ્રી દેવચંદ્રજી (૯) “ભગવપ્રતિમાઓ કરાવવા એગ્ય છે, ભુવનેશ્વરનું વચન લખાવવા યોગ્ય છે.” અને આ જે પરમ ગુરુની ભક્તિથી પિતાને આત્મલાભ થયે તે આત્મલાભ બીજા ભક્તિમાન આત્માઓને પણ સુલભ થાય એટલા માટે, જ્યાં જ્યાં તેની ભગવત પ્રતિમા કારણ જરૂર હોય તેવા સ્થળે એગ્ય વિવેક વાપરી ભગવતપ્રતિમાઓ કરાવવા છે, અર્થાત્ ભગવંતના વીતરાગ સ્વરૂપનું જે પ્રતિ બિમ્બ પાડે છે એવી શાંતમૂર્તિરૂપ તેની પ્રતિકૃતિ-પ્રતિમા સ્થાપન કરાવવા ગ્ય છે, કે જેના નિર્વિકાર પ્રશાંત વીતરાગ ભાવના ધ્યાનાલંબને ભક્તિમાન જીવને તે “જિન પડિમા જિન સારિખી” થઈ પડે. એટલે જ્યાં જ્યાં ને જેટલી જેટલી જરૂર હોય ત્યાં ત્યાં તે ઔચિત્ય પ્રમાણે જ પોતાની ને સમાજની વિવાદિક શક્તિ લક્ષમાં રાખીને વિવેકથી, પ્રતિમાઓ કરાવવા ગ્ય છે એમ આશય સમજાય છે. આમ જિન ભગવાનના વિરહે જેમ “જિન પડિમા જિન સારિખી” ગણી અવશ્ય આરાધના કરવા યોગ્ય હોવાથી તેની સ્થાપના કરવા યોગ્ય છે, તેમ તે ભગવંતના વિરહ તેમનું આગમરૂપ વચન જ ભવ્ય જેને પરમ આલંબનરૂપ પરમ ભુવનેશ્વર વચન ઉપકારી થઈ પડે છે, એટલા માટે તે “ભુવનેશ્વરનું વચન લખાવવા એગ્ય છે, તે પરમ પુરુષના અપૂર્વ વચનામૃતના ગુણગૌરવને છાજે એવી સર્વાંગસુંદર રીતે તેના લેખન-પ્રકાશનાદિ લેખન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764