Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 748
________________ ગુરુજનસેવા, ધ્યાનધારણાદિ: ભગવતપ્રતિમાકરણ, ભુવનેશ્વરવચન લેખનાદિ ૬૪૫ કરાવવા યોગ્ય છે, કે જેથી કરીને જગને વિષે તે ભુવનેશ્વરના પરમથુતની પ્રભાવના થઈ તેમણે પ્રદર્શિત કરેલા વિશ્વકલ્યાણકારી મોક્ષમાર્ગને જગતમાં ઉઘાત થાય. આમ ભગવંતના વિરહ જિનપ્રતિમા અને જિનઆગમ એ બે પુષ્ટ આલંબન છે, તેને અત્ર બોધ કર્યો. પરમ ભાવિતાત્મા મહામુનિ દેવચંદ્રજી પણ અનન્ય ભાવથી ગાઈ ગયા છે કે – વીર થકા પણ શ્રુત તણે રે, હો પરમ આધાર; હવે ઈહ શ્રુત આધાર છે રે, જિન પડિમાસુખકંદરે.... વીર પ્રભુ સિદ્ધ થયા..મારગ દેશક મોક્ષનો રે ત્રણે કાળે સવિ જવને ૨, આગમથી આનંદ સે ધ્યાવે ભવિ જનારે, જિન પડિમા સુખ કરે.વીર પ્રભુ. ગણધર આચારજ મુનિર, સહુને એણી પેરે સિદ્ધ ભવભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે....વીર પ્રભુ.” – શ્રી દેવચંદ્રજી. સશત્રને લખો લખવૉને ભક્તિ ભારી લહે છે, પૂજે અર્થે શ્રવણ બહણે અર્થ તેને કહે છે, ભવ્ય પાસે પ્રગટ કરતે તેહ સજઝાય દાવે, ચિતે ભાવે પરમશ્રતને વિશ્વમાંહી પ્રભાવે.” - શ્રી યોગદાષ્ટકલશે (સ્વરચિત), ૨૩. (૧૦) “મંગલ જાપ કરવા યોગ્ય છે, ચતુશરણ પ્રતિપત્તિ (અંગીકાર) કરવા યોગ્ય છે.” મેં + ગલ-પાપને ગાળનારા એવા મંગલ મંત્રને જાપ, તે ને તે મંત્રીપદનું પરાવર્તન કરવા યોગ્ય છે, ભાવન–રટણ કરવા ગ્ય છે, ધૂન લગાવવા યોગ્ય મંગલ જાપ: છે, કે જેથી કરીને તેના અંતસ્તત્વ પ્રત્યે જીવનું લક્ષ્ય કેન્દ્રિત ચઉ શરણુ પ્રતિપત્તિ થાય. વેગને પ્રથમ ભેદ અધ્યાત્મ છે, અને તે અધ્યાત્મને પ્રાથમિક પ્રકાર મંત્રજપ છે; આ દેવતાસ્તવરૂપ મંત્ર એ પણ ભક્તિપ્રધાન હેઈ, ભક્તિમય અધ્યાત્મના માર્ગે ચઢવાને ઉત્તમ પ્રકાર છે. આ મંગલ મંત્રમાં પ્રથમ મંગલરૂપ મંત્રશિરોમણિ નમસ્કાર મંત્ર છે-“નમો અરિહંત'–ઇત્યાદિ. અર્થાત્ અરિહંત ભગવંતને હું નમસ્કાર કરું છું, સિદ્ધ ભગવંતને હું નમસકાર કરું છું, આચાર્ય ભગવંતેને હું નમસ્કાર કરું છું, ઉપાધ્યાય ભગવંતને હું નમસ્કાર કરું છું, સર્વ સાધુ ભગવંતેને હું નમસ્કાર કરું છું, ઈત્યાદિ ભાવવાળે મંગલ જાપ કરવા ગ્ય છે. “શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે નહિં એક સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લહે.” -- શ્રીમદ્ રાજચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764