Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 761
________________ લલિત વિસ્તરા : મહાવિભૂતિ હરિભદ્રજીની છેલી શિખ' નામના આચાચે આ ચૈત્યવન્દનસૂત્રની વૃત્તિ સંદબ્ધ કરી છે–સમ્યક્ પ્રકારે ગૂંથી છે; ન્યાયના આકર સમી આ વૃત્તિ તૂન્યાયથી પ્રચુર હોવાથી સન્યાયસંગતા છે. (૨) “જે અને મધ્યસ્થ અત્તરાત્માથી અત્યંતપણે–ઉચ્ચભાવથી ભાવે છે, તે નિયમે કરીને સદવદના અથવા સુબીજ પામે છે.” આમ અત્રે તેને ફ્લનિર્દેશ કર્યો. () “પરને અભિપ્રાય જાણ્યા વિના તત્કૃત વસ્તુના ગુણદોષ સંતે કહેવા યોગ્ય નથી, પણ પ્રશ્ન જ યુક્ત છે.” બીજાને અભિપ્રાય-આશય જાણ્યા વિના તેણે કરેલી વસ્તુના ગુણદેવ સજજને-સંત જને કહેવા ગ્ય નથી, પણ આશય ન સમજાય હોય તે આ બાબતમાં આપને અભિપ્રાય શું છે એમ પ્રશ્ન કરવો જ યુક્ત છે. (૪) “ અન્યને પિતાની વા પરની પરીક્ષાર્થે, વા જ્ઞાનની અભિવૃદ્ધિ અર્થે, વા સંશયના ત્યાથે પ્રશ્ન કરવા ચોગ્ય છે.” બીજાને પ્રશ્ન અત્રે જણાવેલા ત્રણ પ્રયોજન અર્થે પૂછવા યેગ્ય છેઃ-(i) કાં તો પિતાની કે પરની પરીક્ષાને અર્થે; મહારો અભિપ્રાય સાચે છે કે બીજાને અભિપ્રાય સાચે છે એમ તેની મધ્યરથ પરીક્ષાર્થે. (ii) અથવા પિતાના વા પરના જ્ઞાનની અભિવૃદ્ધિ અર્થે. પ્રશ્ન એવો કરે કે જેથી સ્વ-પરના જ્ઞાનની વૃદ્ધિ થાય. (ii) અથવા પિતાને વા પર સંશય દૂર કરવા અર્થે પ્રશ્ન કરવા યોગ્ય છે. () “આ કરીને મહારાથી જે પુણ્ય શુભ ભાવ થકી અર્જિત છે, તેના વડે કરીને સર્વ સને પરમ માત્સર્યવિરહ હો!” આ લલિતવિસ્તરા વૃત્તિની રચના કરીને મહારા આત્માએ શુભ ભાવ થકી જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તે પુણ્યના પ્રભાવ વડે સર્વ પ્રાણીઓના માત્સર્યને–ગુણપ્રતિ દ્વેષરૂપ મત્સરભાવને પરમ સર્વસનો પરમ વિરહ–આત્યંતિક વિરહ હો! આમ અત્રે ગ્રંથપ્રાન્ત “માતર્યવિરઃ” માસ ‘વિરહ હો! એમ ‘વિરહ’ શબ્દ ત્રીજી વાર પ્રજી ભાવવિરહ ઝંખતા આ મહાવિભૂતિ મહર્ષિએ ગ્રંથપ્રાતે વિરહાંક મૂક્યાની પિતાની વિશિષ્ટ શવનું સૂચન કર્યું છે, એટલું જ નહિ પણ જગતમાં સર્વત્ર જે માત્સર્ય–ગુણઠેષ વ્યાપી રહ્યો છે, તેને આ ગ્રંથરચનાના પુણ્યપ્રભાવે આત્યંતિક વિરહ હે ! એવી શુભાશિષ આપી પિતાની શુદ્ધ આત્માઈપ્રધાન નિષ્કારણ કરૂણાશીલ પરમાર્થ પ્રવૃત્તિને પરિચય આપે છે. જે દેખી સુજ્ઞ ગુણાનુરાગી સંતજનોના હૃદયેગાર નીકળી પડે છેધન્ય હરિભદ્ર! જય હરિભદ્ર! જય લલિતવિસ્તર ! ॥ इति महर्षि श्री हरिभद्राचार्यविरचिता मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदुहेमविशोधिनीटीकाभिधानेन विवेचनेन सविस्तरं विवेचिता ललितविस्तरा समाप्ता ।। | | ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલી અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુર ડો. ભગવાનદાસે હેમદેવી સ્વરચિત “ચિહેમવિશે ધિની” ટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલી લલિતવિસ્તરા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 759 760 761 762 763 764