Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 733
________________ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર-જય વીયરાય” સૂત્ર તેમાં–જે પ્રણિધાન છે “તત્સમયે સ્થિતિમત્ ” અર્થાત્ તે સમયે જે અમુક ધર્મસ્થાન આરાધન પ્રસ્તુત હોય તેમાં એકાગ્રતારૂપ (Concentration) સ્થિતિવાળું– સ્થિરતાવાળું હોય છે, તેમજ “તદધઃ કૃપાનુગ” અર્થાત્ પિતાનાથી પ્રણિધાન નીચેની દશાવાળા અન્ય છ પ્રત્યે તુચ્છકાર ભાવવાળું નહિં, પણ કૃપાપરાયણ એવું હોય છે. અને વિશુદ્ધ ભાવનારૂપ આ જે પ્રણિધાન કરવામાં આવે છે તે “નિરવદ્ય વસ્તુવિષયી” અર્થાત્ નિષ્પાપ નિર્દોષ વસ્તુ સંબંધી જ કરાય છે, તેમજ તે “પરાર્થ નિષ્પત્તિથી સાર’–પરોપકારસિદ્ધિથી સારભૂત એવું હોય છે. તે અધિકૃત ધર્મસ્થાનમાં જ યત્નતિશયથી પ્રવર્તવું તે પ્રવૃત્તિ છે. તે કેવી હોય? શુભ-સાર ઉપાય સંગતા”—તે ધર્મસ્થાનના સાધક એવા શુભ-પ્રશસ્ત અને સાર-સાર ભૂત-શ્રેષ્ઠ–ઉત્તમ ઉપાયથી યુક્ત એવી હોય; તેમજ “સુજ્ય પ્રવૃત્તિ વિવજિતા જ” અર્થાત ફલ માટેની અધીરજરૂપ ઉત્સુકતાથી અથવા અન્ય કઈ પણ પ્રકારની આકુળતારૂપ ઉત્સુકતાથી સર્વથા રહિત એવી ધીરજવાળી નિ:સુક નિરાકુલ જ હોય; આ સપ્રવૃત્તિ અવન્ય–અચૂક ફલદાયિની છે એવા દઢ નિશ્ચયને લીધે, ફલમાં વિલંબ થાય તે પણ ધીરજ ખૂટે નહિં ને પ્રવૃત્તિ છૂટે નહિં એવી ધીર હેય. વિજય તે હીન મધ્યમ ને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે અને માર્ગમાં કંટક વિક્ત-જવરવિન–મેહવિનના જય સમે તે હીન–મધ્યમ-ઉત્કૃષ્ટ વિનય વિજય જાણવે. આ વિજય પ્રવૃત્તિ ફલવાળો” છે, અર્થાત્ | વિજયનું ફળ પ્રસ્તુત ધર્મસ્થાનમાં એર જોરથી શૂરવીરપણે પ્રવૃત્તિ ચાલુ રાખવી એ જ છે. કારણ કે– * “rf તરણw fથતિમ તવર્ષ: કૃપાનુ દિલ | निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥ तत्रैव तु प्रवृत्ति: शुभसारोपायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ॥ विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः। मार्ग इह कण्टकज्वरमोहजयसमः प्रवृत्तिफल: ॥ सिद्धिस्तत्तद्धर्मस्थानागप्तिरिह तात्त्विको ज्ञेया । अधिके विनयादियुता हीने च दयाणिगुणसारा ॥ सिद्धेशोत्तरकार्य विनियोगोऽवन्ध्यमेतदतस्मिन् । सत्यन्वयसम्पत्त्या सुन्दरमिति तत् परं यावत् ॥ आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः। માડયમન વિના વેરા દ્રષ્યવિયા તુચ્છા ! ”—ડિશક, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764