Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 734
________________ પ્રણિધાન આદિ પંચવિધ આશયનું રરૂપ અમુક સ્થળે જવા નીકળેલે વટેના માર્ગમાં કાંટે વાગે કે તાવ આવે, કે દિશા ભૂલે, તે પણ તે તે વિદન દૂર કરી જેમ આગળ ચાલે છે તેમ ધર્મમાગે પ્રવર્તતે પણ વચ્ચે જઘન્ય કંટકવિન માં શીત તાપ નડે, કે મધ્યમ જવરવિનસમાં જવર આદિ બાહ્ય વ્યાધ નડે, કે ઉત્કૃષ્ટ દિગમેહ વિલન સમા મિયાદર્શનરૂપ-દષ્ટિભ્રમરૂપ અંતર્ધ્યાધિ નડે, તે પણ તે તે વિદને જય કરી આગળ ધપે છે. અર્થાત પિતાની ઈષ્ટ ધર્મપ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદનના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સક્તિાઓ વચ્ચે નડે, તે પણ આત્માર્થી મુમુક્ષુ પોતાના ઈષ્ટ ધ્યેયને કેડે કદી મૂકતો નથી, પણ ઉલટે દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિદ્ગોને-અંતરાને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગે સંચરે છે ” આવા અપૂર્વ પુરુષાર્થશીલ પરમ આત્મપરાક્રમી જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે – ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તે જીવનકાળ એક સમયમાત્ર છે, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ! ટકે નથી.” – શ્રીમદ્ રાજચંદ્રજી “ઘાતિ ડુંગર આડા અતિ ઘણ, તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કેઈન સાથ...અભિનંદન.”–શ્રી આનંદઘનજી તે તે ધર્મસ્થાનકની તાત્વિક પ્રાપ્તિ થવી તે અહીં સિદ્ધિ જાણવી અને તે સિદ્ધિ પિતાનાથી અધિક ચઢીયાતી દશાની પ્રાપ્તિવાળા પ્રત્યે વિનયસિદ્ધિ બહુમાન આદિ યુક્ત હોય–નહિં કે દ્વેષ-મત્સરયુક્ત અને પિતાનાથી હીન ઉતરતી દશાવંત પ્રત્યે દયા-પ્રેમ આદિ ગુણથી સારભૂત હેય, –નહિં કે તુચ્છકાર-તિરસ્કાર આદિ તુચ્છભાવથી નિઃસાર. અને સિદ્ધિનું ઉત્તરકાર્ય તે વિનિયોગ છે, અર્થાત પિતે સિદ્ધિ કર્યા પછી જ તેને બીજામાં વિનિયોગ થઈ શકે, પ્રથમ પિતે આત્માર્થ સાધે, પછી જ પરાર્થ સાધી શકે, પિતે આત્માર્થ સાધ્યા વિના પરાર્થ સાધી શકાય જ નહિં. વિનિયોગ કારણ કે પિતાને જે ધર્મસ્થાનની પ્રાપ્તિ-સિદ્ધિ થઈ તેને બીજા ને પણ લાભ થાય એમ તેને યથાયેગ્યપણે નિષ્કારણ કરુણાથી–પરમાર્થ પ્રેમથી પરમાર્થે–પરોપકારાર્થે ઉપયોગ કરે તે વિનિયેગ. આ વિનિયેગ છે તે અવધ્ય છે, અચૂક અમેઘ કદી ખાલી ન જાય એવું એક્કસ ફલ આપનાર છે. એટલે આ વિનિગ સતે અન્વયસંપત્તિથી સુંદર એવું તે કાર્ય પર યાવત્ હોય છે. અર્થાત્ પિતાને પ્રાપ્ત થયેલ આત્મલાભને જે પરમાર્થે–પરોપકારાર્થે ઉપયોગરૂપ વિનિયોગ કર્યો, તે ઉત્તરોત્તર અવયસંપત્તિથી–ઉત્તરોત્તર ચઢતી કળાવાળી પરમાર્થ લાભસંપત્તિથી થાવત્ પરમફળ–ક્ષફળ પ્રાપ્ત થાય ત્યાંસુધી તેને ફલઅનુબંધ ચાલુ રહે છે, પરમાથે વિનિયોગ કરે તે યાવત્ મેક્ષફળ પામે જ છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764