________________
કરાવી અને ઉપરથી કંઈક મહેણું ટેણુનો મસાલે ભરીને તે બિચારીને હતાશ બનાવી મુકે છે. સાસુ વહુની લડાઈના ચેપથી આપણું હિંદુ સંસારમાં ભાગ્યે જ કોઈ ઘર બની જવા પામ્યું હશે. જ્યારે સાસુની પોતાની પુત્રવધુ તરફ આવી કડવી નજર હોય, ત્યારે તે વધુની તેના તન્ક કેટલી માનદષ્ટિ હોઈ શકે, તેને ખ્યાલ સુજ્ઞ વાચકે કરી શકશે.
જયશ્રીની સાસુ તેવી કડવી તુંબડી જેવી ન હતી. તે પિતાની વહુને હાલથી બેલાવવી, પોતાની પુત્રી તુલ્ય સમજીને તેના પર હેત રાખતી અને કેાઈવાર તેને સુખ દુઃખની વાત પણ પૂછતી હતી. ઘરમાંની સારી વૈરૂં તે જ યશ્રીને પ્રથમ ખાવાને આપતી અને પછી પિતે લેતી, તેના પર તેણે કોઈવાર પણ કડવી નજર કરી ન હતી. પોતાના પુત્રનું તેની સ્ત્રી તરફ દુર્લક્ષ્ય છે એમ તે સારી રીતે જાણતી હતી છતાં તેવી વાત કરવાથી જયશ્રીને વધારે દુઃખ થશે–એમ સમજીને તેણે કોઈવાર તે વાત ઉચ્ચારી ન હતી
એક દિવસે જયશ્રીને બહુજ ઉદાસ અને ચિંતાતુર જિઈને તેની સાસુએ પૂછયું કે – “હે વત્સ ! આજે તારૂં સુખરૂપ ચંદ્રશેખરૂપ રાહુથી કેમ ઘેરાયેલું છે? શું તારાં માતાપિતા યાદ આવ્યા છે ? કે તને કઈ વસ્ત્રાલંકારે પહેરવાની ઉત્કટ ઉત્કઠા થઈ છે ? અથવા ઘરમાં કોઈ દાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com