________________
પૂર્વક પૂછે છે, ત્યારે હવે તે પ્રગટ કહેતાં મને શરમ કે સકેચ નડે તેમ નથી. આપના ખ્યાલ બહાર તે નહિ જ હાય કેમને મોટામાં મોટું પતિના અપ્રસાદનું દુ:ખ છે. કાણું જાણે તેઓ રાત દિવસ કેવા વિચારમાં વ્યાકુલ થયા છે કે તેમની પાસે વારંવાર જતાં પણ તેઓ મને કઈવાર એલાવતા નથી. અરે ! એટલું જ નહિ પણ તેમણે મારી તરફ કેઈવાર નેહભરી નજરથી જોયું પણ નથી. મેં કઈવાર તેમને અવિનય કે અપરાધ કર્યો નથી નિરંતર પ્રેમ દર્શાવતી રહું છું, છતાં તેમનું કઠીન હદય હું અબલાને માટે કિઈવાર આદ્ર બનીને પ્રેમની પ્રસાદી આપતું નથી હું આપના ઘરમા આવી છું ત્યારથી આજ સુધીમાં આપના પુત્રે મને એકવાર પણ હસીને બોલાવી નથી પૂજ્ય સાસુજી! જે સુખની આશાએ મારા વ્હાલા માત પિતાને ત્યાગ કરીને મેં આપના ઘરમાં વાસ કર્યો તે સુખ જે મને ન મળે, તે પછી મારે એ કરીયાદ કયાં જઈને કરવી? શું એમના વિના મારે અન્ય કોઈ આધાર છે કે જ્યાં મારે સુખની આશા રાખવી, જે મારા માટે આવી સ્થિતી સદા રહે તે એક બાળવિધવા કરતાં પણ હું મને વધારે દુ:ખી સમજુ છું, આપ મારા શિરછત્ર છે, માટે એ મારા દિલ દુઃખની વાત જાણીને તેના નિવારણ માટે કંઈ ઉપાય કરો, તે મને નવું જીવન આપ્યા બરાબર હું સમજીશ નહિ તે .આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com