________________
એમ ધીરજ આપીને સાયંકાલે તે ઘરથી વિદાય થયે. તે વખતે બંને સ્ત્રીઓએ કહ્યું—“વ્હાલા ! જીવનના આધાર ! તમે જાઓ” એમ કહેતાં જીભ ઉપડતી નથી, પણ આ મં. ગલમય અવસરે અપશુકન ન થાય, તેટલા માટે તેમ કહેવું પડે છે. અત્યારે આનંદ દર્શાવવાને બદલે અશ્રુ પાડતાં અમંગલ થાય, માટે તેમ પણ કરવું ઉચિત નથી. નાથ! હવે અમારા અંતરના એજ હાર છે કે—તમે સ્વકાર્ય સિદ્ધ કરી પાછા વહેલા પધારો. શાસનદેવના પ્રભાવથી આપના વિદને બધા વિનાશ પામશે. દેશાંતરમાં સદા સાવધાન રહેજો. ઘરની વારંવાર ચિંતા ન કરશે અને આ દાસીઓને કેઈવાર અંતરથી અલગ કરશે નહિ” બસ, જાણે સાક્ષાત લક્ષ્મી અને સરસ્વતીના એ આશીર્વાદથી કવન્નાને અપૂર્વ આનંદ થયે. અને એ આનંદના તરંગમાં તે ત્યાંથી વિદાય થયો,
વહાણુ પ્રભાતે હંકારવાનું હોવાથી રાત્રે બે ઘવ વિશ્રાંતિ લેવાના ઇરાદાથી યવન્નાએ નગરની બહાર એક દેવાલયમાં પ્રવેશ કર્યો. એ દેવાલયમાં એક ભાંગ્યે તૂ ખાટલે અને એક કર્ણ ગોદડી પડયા હતાં, એટલે તે ગેદ ખાટલા પર બિછાવીને સુઈ ગયે. તેને મીઠી નિદ્રા આવી ગઈ અને વચ વચમાં ઘરની વ્યવસ્થા તથા વેપારના સ્વમ આવતાં હતાં,
લગભગ અર્ધાત્રિના સમય છે. ચોતરફ અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે. મનુષ્ય બધા નિદ્રાદેવીના ઉત્સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com