________________
N
છESI
1'); '' ''
તે તો
-
M
પ્રકરણ ૪ થું. આતે સ્વપ્ન કે સત્ય?
દેવદત્તાએ આણેલાં અલંકારે વટાવીને તેમાંનું અધુ ધન કયવન્નાએ બને પત્નીના નિર્વાહ માટે રાખ્યું, અને અર્ધભાગથી વેપાર કરવાનો વિચાર કર્યો. એવામાં એક દિવસે એક વહાણ દેશાંતર જવાનું હતું. તે સાંભળતાં જ્યવન્નાએ તેમાં બેસીને વ્યાપાર ખેલવાને દેશાંતર જવાને નિશ્ચય કર્યો. એટલે પિતાના ઘરની વ્યવસ્થા બરાબર કરી તેણે પત્નીઓને બોલાવીને કહ્યું કે—
મારી બૃહદેવીએ ! મારે હવે દેશાંતર જવાનું છે. મારે વિયેગા હિંમતથી સહન કરજો. તમારા આચાર વિચારમાં અડગ રહીને અવસરે ધર્મ સાધન કરજેબે ઘડી ધર્મચર્ચા કરી સમયનો સદુપયોગ કરજે, અને વધારાના વખતમાં આસપાસની સ્ત્રીઓને એકત્ર કરીને તમારા સદ્વિચારેનું સિંચન કરજે. તેમને ગૃહ-ઉદ્યોગરૂપ રેંટીયાનું મહત્ત્વ સમજાવજે. તમારા જેવી શાણું અને સુજ્ઞ મહિલાને એ કરતાં વધારે શું કહેવાનું હોય ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com