________________
૪૧
વેલ નહિ, તેથી તેની પાસે કંઈ પણ નિશાની ન હતી. એ વાત તેણે અભયકુમારને જણાવી. એટલે અભયકુમારે તેને ધીરજ આપીને તેને પત્તો મેળવી આપવાનું સ્વીકાર્યું. ગમે તેવું દુષ્કર કામ પણ અભયકુમાર પિતાની મતિના મહિમાથી સુગમ પણે સાધી લેતો હતો. એટલા માટે આજકાલ– અલાયકુમારની બુદ્ધિ હો” એમ ચેપડામાં લખાય છે.
પછી અભયકુમારે કયવનાનું એક મનહર મકાન - ણગારાવ્યું. તેમાં કયવન્નાની એક સુંદર મૂર્તિ કરાવીને સ્થાપન કરી, કે જે પ્રતિમાને જોતાં એકવાર માણસ સાક્ષાત્ સજીવન ક્યવનાની કલ્પના કરી લે. તે વખતે નગરમાં ઢંઢેરો ફેરવ્ય કે–ચામુખી મહાવીર ચમત્કાર બતાવશે, માટે સમસ્ત પ્રજાને ફરમાવવામાં આવે છે કે તેના દર્શન કરવા સહુ કેઈએ આવવું.” એક તે સજશાસન અને બીજી ચમત્કારની વાત સાંભળતાં બધા નગરવાસીઓ પોતાના બાળબચ્ચાં તથા જીઓ સહિત દર્શન કરવા બહાર નીકળી પડયા. આ અવસરે અભયકુમાર સાથે ક્યવન્ના શાહ અગાઉથી ત્યાં આવીને બેઠા. ત્યારે એક પછી એક દર્શન કરતા લોકોને જતાં પેલી વૃદ્ધા અને ચાર પુત્ર સહિત તે ચાર ચતુરાએ કવન્નાના જોવામાં આવતાં તેણે તેમને તરત ઓળખી લીધી. પણ તે મિાન ધરી રહ્યો. કયવન્નાની મૂર્તિ જોતાં તે ચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com