________________
ગયું, એમ કરતાં તે રત્ન તેણે હાથી પાસે મુકી દીધું, એટલે ત્યાંથી પાણી દૂર ચાલ્યું ગયું. જલજંતુનું જોર માત્ર પાણુમાંજ ચાલી શકે. એટલે પાણુ અલગ થતાં તે તરત હાથીને છેડીને ચાલ્યું ગયું. આથી સેચાનક હાથી બચી ગયે, અને તેથી શ્રેણિક રાજા બહુજ સંતુષ્ટ થયા.
આ બનાવથી મતિમાન્ અલયકુમારે વિચાર કર્યો કે આવા સામાન્ય હલવાઈના ઘરમાં આવું કીંમતી રત્ન સંભવે નહિ. મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ કયાંથી? માટે એ રત્નને માલિક અન્ય કોઈ હવે જોઈએ” એમ ધારી. તપાસ કરતાં તેને માલિક કયવને કર્યો. એટલે રાજકન્યા યવનાને પરણાવવામાં આવી, તથા અબુટ દ્રવ્ય મળ્યું.. આથી સમસ્ત શહેરમાં કયવનાનું માન વધી પડયું. તે હવે યવના શાહ એવા નામથી ઓળખાવા લાગ્યા. રતિને પરાભવ કરે તેવી ત્રણ રમણીય રમણએ સાથે કયવન્નાશાહ નિશ્ચિંતપણે ભેગવિલાસ કરવા લાગ્યા. એ અરસામાં અભયકુમાર મંત્રીશ્વરની સાથે તેની અત્યંત ગાઢ મિત્રાઈ થઈ.
એક દિવસે યવનાને પ્રથમની ચાર સ્ત્રી અને ચાર પત્ર સાંભરી આવ્યા. તેમને જોવાની તેને બહુજ ઉત્કંઠા વધી પડી. પણ તે બાર વરસમાં તે ઘરની બહાર કદી નીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com