________________
d
પ્રકરણ ૬ ઠું, વ્રત–ગ્રહણ
એકદા ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી, પૃથ્વી તલને પાવન કરતા રાજગૃહ નગરમાં સમેસર્યા એટલે દેવતાઓએ
ત્યાં સમવસરણની રચના કરી. એવામાં વનપાલકે શ્રેણુક રાજાને વધામણી આપતાં, રાજા, અભયકુમાર, અતઃપુર, નગરની તમામ પ્રજા તથા કયવક્ષહ પણ પિતાની સાતે સ્ત્રીઓ સહિત ભગવંતને વંદન કરવા આવ્યા. ત્યાં ત્રણ પ્રદક્ષિણપૂર્વક ભગવંતને વાંદીને બધા યાચિત સ્થાને બેઠા. એટલે વીર પ્રભુએ મેવના જેવી ગંભીર ધ્વનિથી ધર્મદેશના આપી. તે સાંભળતાં બારે પરંપદા અમેદ પામી, અને બધાએ પિતા પોતાની શક્તિ પ્રમાણે વ્રત નિયમ લીધા.
દેશના સમાપ્ત થયા પછી કયવાહે પ્રભુને પૂછ્યું કે– હે જગત્પતિ ! મને મનવાંછિત સુખસંપત્તિ પ્રાસ થઈ તેનું શું કારણ? ભગવંત છેલ્યા–“ હે શેઠ ? એ બધે સુપાત્ર દાનને પ્રભાવ સમજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com