________________
૨૪
આ પ્રમાણે તે વાતચીત ચલાવતી હતી, તેવામાં પેલી વૃદ્ધાના ત્યાં પગલાં થયાં. એટલે માનિનીઓને માન ભજવું પડ્યું. પણ–આ બધી સાથે મળીને કંઈક ઉંચા નીચા વિચાર ચલાવે છે” એમ તેમના પડી ગયેલા મુખપરથી સમજી એકદમ ક્રોધથી ભ્રગુટી ચડાવીને તે બેલી“અહીં ભેગી મળીને શું વાટે છે? મારાથી છુપી રીતે મસલત ચલાવવાને તમને જરા પણ અખત્યાર નથી. તમારે જે વિચાર કરવા હોય, તે મારી રૂબરૂ કરવા. ખબરદાર! મારી મરજી વિરૂદ્ધ કઈ પણ આદર્યું છે, તો તમે જાણો. મારી આજ્ઞા વિના એક પગલું પણ તમારાથી ભરી શકાશે નહિ. તમે હજી મારા જેટલા વરસ કાઢયા નથી, તેથી વ્યવહારની વાતમાં તમે શું જાણે છે (આજે) આ રસ્ત મને ન સૂ હેત તે કાલે ભજનને માટે રાજાના ગરજુ થવુ પડત. માટે જે કાંઈ થયું છે, તે બધું લાંબા વિચારપૂર્વજ કરવામાં આવ્યું છે. તેમાં લેશ પણ તમારે શકા કરવાની કે માથું મારવાની જરૂર નથી. વળી હું તમને ખાસ આગ્રહપૂર્વક ભલામણ કરું છું કે એ લાવેલ પુરૂષને તમે પતિ તરીકે સ્વીકારી લ્યો. તમે એની સાથે એ ગાઢ પ્રેમસંબંધ બતાવે કે એને કઈ પ્રકારના ભ્રમ ન રહે હું પુત્ર તરીકે એને સ્નેહ બતાવીશ. એટલે
આપણુ ગાઢ પરિચય અને સ્નેહથી એ પિતાની વીતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com