________________
સમાન મકાન અને તેમાં રાચ રચીલાની અપૂર્વ ભા જોતાં કયવન્નો છકજ થઈ ગયેા. તરત તેને વિચાર આવ્યું કે – આ તે સ્વપ્ન કે સત્ય ? હું જાગ્રત છું કે નિદ્રામાં? કદી ન જોયેલ આ રમણીય ભુવન કેવું ? આ બધી સંપતિ મારી પાસે ક્યારે હતી ? આ અદભુત અંગનાઓ..........આમ વિચારે છે, એવામાં પેલી વૃદ્ધા આવી પહોંચી અને બેલી કે –“હે વત્સ ! આજ તને આટલે બધે પ્રમાદ કયાંથી? દરરોજ તું સૂર્યોદય પહેલાં પ્રાતઃકર્મમાં લાગી જાતે અને આ તારી કામિનીઓના કામ વિલાસમાં વ્યગ્ર થઈ બેઠે છે. તને પણ પ્રમાદ પસાદી મળી છે શું ? ઉઠ બેટા ! તારું નિત્યકર્મ સંભારી લે.”
વૃદ્ધાના આ પ્રપંચી વાકયેએ ક્યવન્નાના આચર્યને ઉદધિ ઉછળાવી દીધો. તે ગંભીર વિચારમાં પડી ગયે કે –
આ ઘરને હું માલિક? આ વૃદ્ધ સ્ત્રી અને પોતાના પુત્ર તરીકે ઓળખાવે છે. એ પણ શી રીતે ? વળી આ ચાર રંભા જેવી રમ્ય રામાઓને મારી સ્ત્રી તરીકે શી રીતે સમજાવી? મારી તે બે પત્નીઓ છે અને તે એમના કરતાં જુદી છે આ અચાનક આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો? - શું હું કયવન્નો નહિ ?” પિતાની કેટલીક નીશાનીઓ તરફ જતાં તેને નિચય થશે કે – “હું કયવને છું પણ આ બધી જાદુઈ બાજી શામાટે રચવામાં આવી છે, તે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com