Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 41
________________ ગમાં આરામ લેતા હતા. પક્ષીઓ બધા વૃક્ષોમાં ભરાઈને માન સેવતા હતા. આવી ભયંકર અર્ધરાત્રે દૂર કઈ પાંચ સ્ત્રીઓ હાથમાં એક દીવો લઈને આવતી જણાતી હતી. જેત જોતામાં તે તે પેલા દેવાલય પાસે આવી ગઈ. એ. પાંચે રમણીઓમાં એક વૃદ્ધ હતી, અને ચાર પૂર્ણ વાનવતી. હતી. વૃદ્ધાના હાથમાં દી હતા તેણે દેવાલયમાં દાખલ થઈને નજર કરી તે એક પુરૂષને ખાટલામાં સુતેલે જે તેની આકૃતિ ભવ્ય અને કુલીનતા સુવતી હતી, પછી. પિલી વૃદ્ધાએ તરતજ ચાર યુવતિઓને અંદર બેલાવી અને આજ્ઞા કરી કે—“બસ, ખાટલા સહિત આ પુરૂષને એકદમ ઉપાડીને ઘર ભણી ચાલે. આપણું કામ સિદ્ધ થઈ ગયું, આવી ઘર અર્ધરાત્રે એક કલાક ભમતાંજ દૈવની આપણું પર કૃપા થઈ ગઈ, એમ તે વૃદ્ધના મુખમાંથી વચને નીકળતાંજ તે ચારે રમણીઓએ ખાટલે ઉપાડશે. એટલે વૃદ્ધા દીવ લઈને આગળ ચાલી અને ચાર યુવતિઓ ખા. ટલાને હલાવ્યા સિવાય તથા પગને અવાજ કર્યા સિવાય તેની પાછળ ચાલી. તે રમણીઓ જોકે બહુજ કોમળ હતી છતાં પેલી વૃદ્ધાની બીક અને રાત્રિને લીધે તે એકદમ પિ તાના મકાનમાં આવી ગઈ. હાલા વાચક! અહીં એ રમણીઓની કંઇક પછાન કરાવવાની જરૂર છે. ચાર રમણુઓ પેલી વૃદ્ધાની પુત્રવધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62