________________
બુઢ્ઢા મા બાપ મરી ગયા, તે પણ એ પિતાના ઘરની સંભાળ લેતા નથી. આવા પશુ જેવા મનુબે પૃથ્વી પર શા માટે અવતરતા હશે ?” બસ, આટલા શબ્દો કયવન્નાને પૂરતા હતા એટલે તરતજ તે પિતાના પંથે પડયે. કયવનાના ગયા પછી દેવદત્તાને ખબર પડતાં તેને અત્યંત અફસોસ થશે, અને તેણે અક્કાની સાથે મેટે કલહ કર્યો.
હવે અહીં કયવને પિતાની સ્ત્રી જયશ્રી સાથે વાર્તા વિનેદ કરી રહ્યા છે, એવામાં આભૂષણોથી અલંકૃત એક રમણીય રમણી આવીને કયવન્નાને એકદમ ભેટી પડી અને બેલી કે- “પ્રાણનાથ ! જે ચંદ્ર વિના ચંદ્રિકા રહે, તો હું આપના વિના રહી શકું. આપ ભલે મને તજી ગયા, પણ હું તમને કેમ તજું ? જીવનપર્યત હું આપની દાસી થઈને રહેવાને તૈયાર છું. હાલા ! હવે કદિ મને તજી ન દેશે”
વાંચક! તે રમણ દેવદત્તા પિતે હતી, અક્કા સાથે કલહ કર્યા પછી કયવન્ના વિના પોતાના ઘરમાં રહેવાને કંટાળે આવતાં તે પિતાના કીંમતી અલંકાર લઈને કયવનાના ઘરે ચાલી આવી. પછી અંજલિ જોડીને તે અલંકારે બધા કયવન્નાની આગળ મૂકતાં તે બોલી –“પ્રિયતમ ! આ આભૂવણે બધા તમે આપ્યા છે, અને હવે પછી પણ આ દેહ સાથે એના તમેજ માલિક છે. આ અલંકારેને વેચીને આપણા ગૃહવ્યવહારની અગવડ દૂર કરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com