________________
યવનાને એક સંદેશ મોકલશે હતો તે પુરૂષે પ્રણામ કરતાં કહ્યું કે
શેઠજી ! માતાજીએ તેમને આશીર્વાદ સાથે કહેવ- - રાવ્યું છે કે–ઘર મૂતાં તને બાર વરસ થઈ ગયા છતાં હજી ઘર તરફ તું નજર કરતો નથી એ તારા જેવા સુપુ ત્રને યોગ્ય નથી. અમે તારા માતપિતા હવે વૃદ્ધ થયા, તેથી તને મળવાની અમને ઘણી ઉત્કંઠા છે, તારી રાહ જતાં અમે બાર વરસ તે બાર યુગ જેવા સમજીને કહાડયા છે, હવે તે તું એકવાર અમને દર્શન દે, તે અમારા અં. તરને આનંદ થાય અમારી વૃદ્ધાવસ્થાને લીધે હવે અમારા શરીરને ભરે નથી માટે તું જાતે આવીને ઘર તથા દુકાનનો કારભાર સંભાળી લે. અહીં તારા સિવાય બીજો કોઈ સંભાળે તેમ નથી, તે વાત કાંઈ તારાથી અજાણ નથી માટે હું આપને બેલાવવા આવ્યો છું, તે મહેરબાની કરિીને સત્વર ચાલે.”
એ પ્રમાણે સાંભળતાં કયવન્નાએ કહ્યું કે -અરે ! ભાઈ! તું આ શું બકે છે? શું આ ઘરમાં રહેતા મને બાર વરસ થઈ ગયા? નહિં, નહિં, મને અહીં રહેતા માત્ર બાર રાત્રિ થઈ હશે, મારી માતા બહુ પ્રેમાળ હોવાથી મારો વિરહ સહન ન કરી શકવાને લીધે બાર રાત્રી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com