________________
તુઓના અભાવે તેને સ્મશાન સમાન ભયંકર ભાસવા લાગ્યું. વારંવાર ચે તફ્ફ નજર કરતાં જયશ્રીનું હૃદય, દુ:ખથી ભરાઈ આવ્યું અંતરમાં દુ:ખ વધતાં સ્વાભાવિક રૂદન આવી ગયું, જયશ્રી ત્યાં રૂદન કરવા લાગી, આ વખતે તેને કઈ ધીરજ આપનાર ન હતું, તેની આંખમાંથી આંસુની ધારા વહેતાં તેના વસ્ત્રો ભીંજાઈ ગયાં અને બહુ રેવાથી આ કંઈક સુજી ગઈ, વારંવાર તે પિતાના વસ્ત્ર વતી આંસુ લુંછવી હતી, આવા તેના રૂદનથી મેનાને પણ રિવું આવી ગયું. આથી જયશ્રીને અધિક દુ:ખ લાગ્યું. પોતાના વિસના છેડાવતી તે મેનાના આંસુ લુંછવા લાગી. એવામાં તેની ડાબી આંખ ફરકી, સ્ત્રીઓની ડાબી આંખ ફરકે તે શુભ સૂચક થાય છે. આંસુથી ભરેલ લોચન લુંછતાં જયશ્રીએ ઉચે નજર કરી, એવામાં અચાનક કોઈ પુરૂષ, સન્મુખ ઉભે તેના જેવામાં આવ્યું, તે પુરૂષને વેષ સાદે હતું, તેને મુખપર શરમના શેરડા પડતા હતા. તેનું મુખ શોકની છાયાથી છવાયેલું હતું, અને તેની આંખમાંથી આંસુની ધારા ઝરતી હતી, પિતાની સામે ઉભેલા તે પુરૂષને જોતાં જયશ્રી વિચારમાં પડી—આ કેણ? અચાનક અહીં ક્યાંથી? એમ તે વિચારતી હતી, તેવામાં પેલા પુરૂષે કહ્યું પ્રિયે ! તું કંઈ શંકા લાવીશ નહિ. મારા કુટિલ કર્મોથી ખરડાયેલે હું તેજ કયવ છું, તને રીબાવી રીબાવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com