________________
૧૭
બાર વરસ જેવડી લાગી હશે અને તેથી તારા મુખે તેમ કહેવરાવ્યું છે.
એટલે પેલા પુરૂષે આશ્ચર્યથી કહ્યું—“શેઠજી ! માતાના સ્નેહે બાર દીવસને બાર વરસ નથી બનાવ્યા, પણ તમને બ્રાંતિમાં નાખનારી માયાએ બાર સાલના બાર દિવસ બનાવ્યા છે. રાત દિવસ મદનની મસ્તી અને સંગીતના રંગમાં રમતાં તમને બાર વર્ષ તે બાર દિવસ જેવડાજ લાગ્યા.
કયવન્ના “ ઠીક છે, કદાચ બાર વરસ થયા હોય તે પણ ભલે જા, તું મારા માતપિતાને પ્રણામ કહીને કહેજે કે યવને હવે થોડા દિવસમાં આપની પાસે હાજર થશે, તમે મારી કાંઈ કાલજી કરશે નહિ, આપને મળવાની મને પણ ઉત્કંઠે છે, પણ અત્યારે અહીનું સુખ મુકવાની કઈ રીતે મરજી થતી નથી ?
એ રીતે કવન્નાના બોલ સાંભળતાં પેલે પુરૂષ રસ્તે પડે, તેણે આવીને ધનદત્ત શેઠ અને વસુમતીને કયવન્નાનો બધે વૃત્તાંત બરાબર કહી સંભળાવ્યું, એટલે ધનદત્ત શેઠે દિલગીર થઈને વસુમતીને કહ્યું—“ હાલી ! જોયું આ કુસંગતનું પરિણામ ! જે તે વખતે મારૂં કહ્યું માન્યું તે અત્યારે આ નિરાશ થવાને વખત ન આવત, વહુની દયા લાવી પુત્રને વિલાસી બનાવવા જતાં અત્યારે તે તેને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com