________________
બ, ત્યાં આવતાં ડીવાર તે તે હદયના દુઃખભારથી સ્ત
બ્ધ થઈ જવાથી કંઈ પણ બેલી ન શકી એવામા ધનતે કહ્યું—“ પ્રિયા ! કેમ તારી મુખ મુદ્રાપર આજે ખેદના રજકણે છવાઈ રહ્યા છે? શું કંઈ તે ઉત્પાત થયે છે કંઈક અકુશળ તે આ કરમાઈ ગયેલું તારૂં વદન-કમળજ કહી આપે છે, દેવી ! કહી દે, કહી દે, તારા દિલના ખેદની વાત મને સત્વર કહી દે. ”
પતિના છેલ્લા શબ્દ સાંભળતાં તેનું હૈયું પુન: ભરાઈ આવ્યું અને તેની આંખમાંથી બે ચાર ગરમ આંસુ ટપકી પડ્યા. છેવટે જરા ધીરજ લાવીને તે બોલી – પ્રાણનાથ! ઘરમાં બનતી બીનાથી આ૫ અજાણ્યા તે નહિં જ હા, તથાપિ આપને યાદી આપવાની ખાતર મારે કહેવાની જરૂર પડે છે જે કે એક સ્ત્રી જાત આપ જેવા વ્યવહારકુશળ સ્વામીને ભળામણ કરવાની હિમ્મત કરૂં, તે પણ કંઈક અનુચિત છે; છતાં તેમ કર્યા વિના બીજો ઉપાયજ નથી જુઓ, આપણા ક્યવન્નાની પ્રવૃત્તિ અત્યારે કંઈ જુદા જ પ્રકારની થઈ ગઈ લાગે છે, તે ગૃહવ્યવહારમાં પિતાનું ચિત્ત આપતું નથી. ‘આપની પાસે કંઈ વ્યાપારને પણ અનુભવ લેતો નથી. રાત દિવસ તે વૈરાગ્ય કે શાસ્ત્રના વિચાર સિવાય કંઈ કામજ કરતું નથી, જે તેને આ વૈરાગી બનાવ હતું, તે તેને રંભા જેવી રમણી શા માટે પરણાવી ? એ કોમળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com