________________
બનાવાને કઈ ઇતર ઉપદેશકની જરૂર ન હતી. તે સંગીતના એટલે બધે બીન બની ગયો કે તેના તાનમાં ને તાનમાં ખાવા પીવાનું પણ ભૂલી જતો, આવી તેની સંગીતપ્રિયતા જોઈને પેલા વિલાસીઓ તેને વેશ્યાના વિલાસમંદિરમાં લઈ ગયા.
ત્યાં વેશ્યાના સંગીત સાથેના હાવભાવથી કવન્નાને કામદેવના દાસ બનવું પડયું. વેશ્યા અને વિવેક વચ્ચે સે - જનનું અંતર હોય છે. એટલે ત્યાં ભયાભક્ષ્ય કે પેયાપેયની દરકાર શા માટે હોય ? યવનાને પિતાને આધીન બની ગયેલ સમજીને તે વેશ્યા તેને મદિરાપાનથી મસ્ત બનાવીને તેની સાથે ભેગવિલાસ કરતી હતી શું આ ક્યવનાની પ્રવૃત્તિ સંગવિના બદલાઈ ?
પ્રિય પાઠક! તેમાં સંગતનું જ મુખ્ય કારણ હતું. સારી યા નરસ સંગતથી મનુષ્યની સ્થિતિ ઘણું કરી બદલાઈ જાય છે. મહાતમાઓ એટલા માટે વારંવાર પોકારી પિકારીને કહે છે કે “હે ભવ્યો ! તમે સત્સંગનો ઉમંગ અંત. રંગમાંથી. કદિ ગુમાવશે નહિ.”
અહો ! ક્યાં ગોપીચંદની માનવતી માતા અને કયાં ક્યવન્નાની વસુમતી માતા એ બંનેને મુકાબલે કરતાં કુંજર અને કંથન્ન જેટલું અંતર જોવામાં આવે છે. સંસારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com