Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 21
________________ ણથી તેવાં માર્ગની સાધના થઈ શકતી નથી અને બીજું તેવા માગે પ્રવર્તનારને જે આપણે નિષેધ કરીએ, તે આ પણે અધમાધમ વૃત્તિના ગણાઈએ, માટે હે સુભગે! તેવા વિચારથી તું પાછી હઠી જા અને પુત્રની શુભ પ્રવૃત્તિમાં પત્થર ન નાખ.” એ રીતે ધનદત્ત શેઠે સમાવ્યા છતાં તેણે પિતાની વાત ન છેડી પણ ઉલટો તેને બેવડે જુસ્સો આવી ગયે. એટલે તે જરા તપ્ત થઈને બેલી– “ સ્વામીનાથ! શું આ અવસ્થા તેને સન્માર્ગ સાધવાની છે! કદાચ આપણું માટે તેમ કરવાનો અવસર છે, પણ ક્યવન્નાને અત્યારથી જ તેવી પ્રવૃત્તિમાં પ્રવર્તતાં ઉપેક્ષા કરીએ, તે પછી આપણુ વંશનું અત્યારથી જ મીંડુ વળે, શું પુત્રના મનોરથ આપણે આવા દિવસને માટે કરતા હતા ? અવસ્થા વિના કંઈ પણ કામની પ્રવૃત્તિ અળખામણી લાગે છે. મિચારી કુમળી વહુ એક તરફ ગુપ્ત રૂદન કર્યા કરે અને યુવાન પુત્ર આ તરફ ધમેની ધાંધલ મચાવી બેઠો હોય, તે જોઈ કેમ શકાય ? માટે યવન્નાને કોઈ એવા વિલાસી પુરૂની સેબતમાં નાખે કે જેથી એ હાલની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ જાય." સ્ત્રીના આવા દુરાગ્રહથી ધનદત્ત શેઠ લાચાર થઈ ગયે. તેની યુક્તિ ભરેલી સમજીવટ બધી વનમાં વિલાપ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62