Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 20
________________ અબળાને કરુપાંત હવે મારાથી જોવાત નથી, આપણું પુત્રની સ્થિતિને લઈને તે આપણને પણ અંતરમાં શ્રાપ આપતી હશે. શું આવી એક કુમળી બાળાની દયાજનક સ્થિતીની ઉપેક્ષા કરવી–તે આપણને ઉચિત છે? માટે ગમે તે રીતે યવન્નાને વ્યવહારના માર્ગે લાવે અને તે પિતાની પત્ની સાથે પ્રેમી થઈને વર્ત–એવી કંઈ યેજના કરે. ” પિતાની પત્નીના આવા કથનથી ધનદત્ત શેઠે તેની બુદ્ધિનું માપ કરી લીધું, સ્ત્રીની અલ્પમતિ એ નીતિ વાકયનું દ્રષ્ટાંત તેને સાક્ષાત મળી ગયું. પછી પત્નીને પ્રતિ ધ આપતા ધનદત્ત શ્રેષ્ઠીએ કહ્યું કે –“પ્રાણપ્રિયા ! તારૂં વચન વ્યવડાર પ્રિય જનોને માટે ઉપયોગી છે, પણ આપણુ કયવાને તેને કંઈ પરવા નથી. વળી આપણા ભવનમાં લક્ષ્મીદેવીને પૂર્ણ પ્રસાદ છે, તે તેને તેવી વ્યાપારની ખટપટમાં ઉતારવાની પણ શી જરૂર છે ? તે હાલ સારા માર્ગો ઉંચી ભાવનામાં વર્તે છે. તેવી ભાવના આવવી એ પણ કંઈ સહજ વાત નથી. જેમ એક મકાનને બાંધતાં લાંબો વખત લાગે, પણ તેને જમીન દોસ્ત કરતાં કાચી બે ઘડી લાગે, તેમ ઉંચી ભાવનારૂપ ઈમારત ચણાવતાં વર્ષોના વર્ષો લાગી જાય, પણ તેમાંથી પતિત થતાં ક્ષણવાર લાગે. સારા ભાગે એ સન્માર્ગે ચઢયો છે, તે તેને વીના કારણે શામાટે ખલેલ પહોંચાડવી જોઈએ? એક તે આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62