________________
ગળ બેલવા જતાં તેનું હૃદય દુઃખથી ભરાઈ આવ્યું, તેથી તે કંઈ પણ બેલી ન શકી અને ચોધાર આંસુએ રેવા લાગી ગઈ.
પિતાની પુત્રવધુના દુઃખની હકીકત સાંભળતાં અને તેના ધાર આંસુ જોતાં કયવનાની માતાને પણ ક્ષણભર રેવું આવી ગયું, પછી તરતજ જયશ્રીના આંસુ લુછતાં તેણે કહ્યું “ બેટા ! તારી દુ:ખદ સ્થિતિ સાંભળતાં મારાથી તે સહન થઈ શકતું નથી તારા જેવું દુ:ખ વેરણને પણ ન ચજે, સ્ત્રીને દુનિયામાં એક પિતાના પતિપરજ સુખને આ ધાર હોય છે, જે તે સુખ પણ ન મળે તે પછી તેને માટે ચોતરફ ઘોર અંધકારજ છે, તારા દુઃખની વાત સાંભળતાં મારું દીલ પણ અત્યંત દુ:ખાતર થયું છે, આવા સુખી ઘરમાં આવ્યાં છતાં તું અંતરના દુઃખથી બન્યા કરે એ મારાથી જોઈ ન શકાય,બસ આજથી તારી એ દુ:ખી હાલતને દૂર કરવા સતત પ્રયત્ન કરીશ અને મારાથી બની શકશે તેટલા ઉપાયો ચલેવિશ બેટા ! તું હવે નિશ્ચિંત રહેજે.
જ્યાં સુધી તું દુઃખી છે, ત્યાં સુધી મને સ્વપ્ન પણ સુખ મળવાનું નથી ”
એ પ્રમાણે તેને ધીરજ આપીને કયવન્નાની માતા તરતજ પિતાના પતિ પાસે આવી, તેને કંઈક શોકાતુર અને ઉતાવળી આવેલ જેઈને ધનદત્ત શેઠ પણ જરા ચમકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com