Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૧૨૦૪ } દઈન અને ચિંતન માત્ર ગૌતમના ન્યાયસૂત્રનું જ અનુકરણ ન હોવાથી કાંઈક પૂર્વવર્તી બિન્ત પરંપરાનુ સૂચક માનવુ' જોઈ એ. આ ગ્રંથમાં વણ વેલી ચર્ચાનું વધારે ઉપયુક્ત વર્ણન જોવા માટે નુ પરિશિષ્ટ ૩. ૧૧. કથાનુ વિશેષ સ્વરૂપ :~~~હવે આપણે જોઈએ કે ગૌતમ કથાના સ્વરૂપ વિશે શું લખે છે. તે કથાના ત્રણ ભેદ કરે છે : વાદ, જલ્પ અને વિતણ્ડા. અને દરેક ભેદનું સ્વરૂપ આ પ્રમાણે વણ વેછે: (૧) જે વચનવ્યાપારમાં પક્ષ અને પ્રતિપક્ષને સ્વીકાર હાય અર્થાત્ જેમાં એક જ પદાર્થના પરસ્પરવિધી એવા એ આશામાંથી એક એક અશના વાદીએ અને પ્રતિવાદીએ પેાતપાતાના પક્ષ તરીકે નિયમપૂર્વક સ્વીકાર કર્યો હોય. અને તેથી જેમાં વાદી-પ્રતિવાદી તે પ્રમાણ અને તર્ક દ્વારા પોતાના પક્ષનુ સ્થાપન અને પરપક્ષનું નિરાકરણ કરતા હોય તેમ જ આ સાધન અને નિરાકરણના પ્રકાર પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવરૂપ ન્યાયવાથી યુક્ત હોય અને જે સિદ્ધાન્તથી વિરુદ્ધ ન હેાય એવા વચનવ્યાપાર તે વાદ. (ર) વાદનાં ઉક્ત બધાં લક્ષણ હેવા ઉપરાંત જેમાં છળ, તિ અને નિગ્રહસ્થાનના પ્રયોગથી સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું નિરાકરણૢ કરી શકાતુ હાય તેવા વચનવ્યાપારને જપ કહેવામાં આવે છે. (૩) એ જ જષ પ્રતિપક્ષની સ્થાપનાને બાદ કરીએ તેા વિતા કહેવાય છે. ૧૧ ૧૨, પરસ્પર સામ્ય વૈષમ્યઃ—કથાકારોની નિયમપૂર્વક ચર્ચારૂપ તે વાદ, જપ, વિતણ્ડા એ ત્રણે સમાન છે. છતાં તેમાં માટી અસમાનતા પણ છે. વાદાત્મક ચર્ચા, તત્ત્વનિયની ઈચ્છામાંથી જન્મ લે છે અને જપ અને વિતાત્મક ચર્ચા વિજયની ઇચ્છામાંથી જન્મ લે છે. એટલે જલ્પ અને વિતા એ અને વિજિગીષુકથારૂપે સમાન છે અને વાદ તેથી તત્ત્વનિર્ણિતીજી કથારૂપે તે તેથી જુદો પડે છે. વિજિગીષુ કથારૂપે સમાન હોવા છતાં જપ અને વિતા વચ્ચે એક તફાવત છે અને તે એ કે વિતષ્ઠામાં વૈતણ્વિક વાદી સામાપક્ષનું ખંડન જ કરતો જાય છે અને પેાતાના પક્ષનું સ્થાપન કરતા જ નથી. સામાનું ખંડન કરતાં અર્થાત્તથી તેને અમુક પક્ષ ભલે માની લેવામાં આવે પણ તે વિધિરૂપે પોતાના પક્ષની સ્થાપના કરો નથી અને તેથી તેને પેાતાના પક્ષનું મંડન ફરવાની ફિકર હાતી જ નથી. ગમે તે રીતે વિપક્ષનું ખંડન કરવુ એ જ તેનું ધ્યેય હોય છે. જ્યારે જ૫માં ૧. ન્યાસ, અ. ૧, આ. ૨. સ. ૧, ૨, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68