Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 48
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૪ દષ્ટાંત, ઉપનય અને નિગમનની વ્યાખ્યા ન્યાયમૂત્રના જેવી જ છે. ન્યાયશાસ્ત્રની જાતિ’ એ જ ચરકનું (૧૫) “ઉત્તર’ તવ છે. ફેર એટલે છે કે ચરકમાં ન્યાયદર્શન જેવા વીસ ભેદ નથી અને ઉદાહરણે દાર્શનિક ન આપતાં ચિકિત્સાશાસ્ત્રનાં આપેલાં છે. (૧૬) સિદ્ધાંતની વ્યાખ્યા અને સર્વત– આદિ, ચાર ભેદે એ બધું ચરકમાં ન્યાય જેવું જ છે. (૧૭) થી (૨૩) સુધીના. બધા પદાર્થો ન્યાય પ્રમાણે જ છે. ચરકનું (૨૪) વ્યભિચાર તત્ત્વ ન્યાયના અને કાતિક હેવાભાસને સ્થાને છે. ચરકમાં (૨૫) જિજ્ઞાસા અને (૨૬) વ્યવસાયને અનુક્રમે પરીક્ષા અને નિર્ણય કહે છે. દાર્શનિકોની અર્થપત્તિ એ જ ચરકની (૨૭) અર્થ પાપ્તિ છે. ચરકનું (૨૮) સંભવતત્વ એટલે કારણ; તેમાં દાર્શનિકેના સંભવ પ્રમાણને પણ સમાવેશ થઈ જાય છે. ચરક જે વાક્યમાં વાક્યના દોષ હોય તે વાક્યને (૨૯) અનુજ્ય અને જેમાં ન હોય તેને (૩૦) અનનુજન કહે છે. ચરક શ્રમ અને પ્રતિપ્રશ્નને અનુક્રમે (૩૧) અનુગ અને (૩૨) પ્રત્યનુગ કહે છે. ચરકમાં ન્યૂન, અવિક, અનર્થક, અપાર્થક અને વિરુદ્ધ એ પાંચ (૩૩) વાયદો બતાવ્યા છે, જેમાંના. પ્રથમ ચાર તે બાવીસ નિગ્રહસ્થાને પૈકી (૧) (૧૨) (૭) અને (૯). નિગ્રહરથાનો જ છે. અને વિરુદ્ધ એ અક્ષપાદ બીજે હેત્વાભાસ છે. જૂનાદિ ઉકત પાંચ દ ન હોય એવા વાક્યને ચરક વાક્યપ્રશંસા કહે છે. ચરકમાં વાળ અને સામાન્ય છળ એ બે જ (૩૫) છળ છે. તેમાં ન્યાયનું ઉપચાર છળ નથી. ચરકમાં (૩૬) અહેતુ (હેત્વાભાસ)ના પ્રકરણસમ, સંશયસમ, અને વર્ણસમ એ ત્રણ ભેદ છે, જે અનુક્રમે ન્યાયમૂત્રના પાંચ હત્વાભાસ પિકી પ્રકરણસમ, સવ્યભિચાર અને સાધ્યમને સ્થાને છે. ચરકના (૩૭) અતીતકાલ અને ન્યાયના કાલાતીત (કાલાત્યયાદિષ્ટ) વચ્ચે ખાસ સામ્ય નથી. હેવાભાસોનું ઉદ્દભાવન કરવું તે (૩૮) ઉપાલંભ અને એનું સમાધાન કરવું તે (૩૯) પરિહાર. (૪૦) થી (૪૩) સુધીનાં બધાં ચરકકથિત ત ન્યાયનાં નિગ્રહસ્થાને જ છે. ફેર એટલો છે કે ન્યાયની મતાનુસાને ચરક અભ્યનુજ્ઞા કહે છે. (૪૪) નિગ્રહસ્થાન એ ન્યાયનું નિગ્રહસ્થાન છે. એને ન્યાયદર્શનવર્ણિત બાવીસે ભેદે ચરકમાં નથી પણ ઉપર બતાવેલા ન્યૂન, અધિક આદિ અને પ્રતિજ્ઞાાનિ આદિ ડાક જ ભેદો ચરકમાં દેખાય છે. ઉપર પ્રમાણે તો કહ્યા બાદ ચરકકાર વાદનો ઉપસંહાર કરતાં જે ભલામણ કરે છે તે કોઈ પણ શાસ્ત્રના વાદીને કામની છે. તે કહે છે કે સંબંધ વિનાનું, શાસ્ત્રવિરુદ્ધ, પરીક્ષા વિનાનું, અસાધક, બુદ્ધિને વ્યામોહમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68