Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨] ૧. પ્રાસ્તાવિક–લેખનું નવા જેવું મથાળું જોઈ કોઈ વાચક ન ભડકે. કારણ, એમાં મનુષ્યજાતિના બુદ્ધિબળ અને પૌષને જ ઈતિહાસ છે. અલબત, એ પૌરુષ શારીરિક પૌરુષ કરતાં કાંઈક જુદી જાતનું તે છે જ, મનુષ્યજાતિએ રાજ્યવિસ્તાર કે મહત્તાની આકાંક્ષાથી અગર માનાપમાનની લાગણીથી અનેક યુદ્ધો ખેલ્યાં છે. તેના અનુભવે યુદ્ધનાં શસ્ત્રો પણ તેણે વ્યાં છે અને એ શાસ્ત્રીય નિયમાનુસાર તે વિષયની તેણે શિક્ષા પણ લીધી છે અને લે છે. તેના પૌરુષનું આ બધું પરિણામ ઈતિહાસે નૈધ્યું છે. તેના અનુભવે તષિયક નિયમોનાં શાસ્ત્રો પણ તેણે રચ્યાં છે અને તે શાસ્ત્રની શિક્ષા પણ લીધી છે. આ લેખમાં મનુષ્યજાતિના એ બીજી જાતના પૌરુષનો જ ઇતિહાસ છે. એટલે એ વિષય ન જણાવા છતાં વસ્તુતઃ ચિરપરિચિત જ છે. . ૨. શબ્દાર્થ –- કથા’ શબ્દ સંસ્કૃત “જ” ધાતુમાંથી બનેલ છે. તેનો અર્થ “કહેવું” અથવા “બોલવું એટલે છે. મનુષ્ય કાંઈ એકલે એકલે બેલ નથી; તેને બોલવાને પ્રસંગ સમૂહમાં જ મળે છે. સમૂહ મળવાનાં નિમિત્તે અનેક છે. સામાજિક અને ધાર્મિક ઉત્સવો, ઉપદેશશ્રવણ વગેરે એ જાતનાં નિમિત્તો છે. વીર અને આદર્શ પૂર્વ પુરુષનાં ચરિત સાંભળવા લોકો એકઠા થતા. એ પ્રસંગ ઉપરથી “સ્થા” શબ્દ તેવા “ચરિત' અર્થમાં જ વપરાવા લાગે; જેમકે “રામકથા ', “કૃષ્ણકથા' ઇત્યાદિ. એટલું જ નહિ પણ તેવા ચરિતની ખાસ વાચનપતિના અર્થમાં પણ વપરાવા લાગે; જેમકે ભારતની કથા થાય છે. રામાયણની કથા થાય છે ઈત્યાદિ. આ પ્રસંગે એકત્ર થયેલ મનુષ્યમાં વિવિધ ચર્ચાઓ પણ થતી. કોઈ વાર પ્રશ્નોત્તર ચાલતા તે કઈ વાર અમુક વિષય પર મતભેદ ધરાવનાર વ્યકિતઓ પિતાપિતાના પક્ષની પુષ્ટિ અને બીજાના પક્ષનું ખંડન કરવા ચર્ચા પણ કરતા. આવી ચર્ચાના અર્થમાં પણ “કથા' શબ્દ જાવા લાગે. અને તે છેવટે એ અર્થમાં રૂઢ થઈ પારિભાષિક રૂપે દર્શન સાહિત્યમાં પ્રસિદ્ધ થશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 68