Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન | [ ૧૨૦૦ ૯. કથા પદ્ધતિ સાથે સળ પાર્થોને સંબંધ—પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તક', નિર્ણય, વાદ, જપ, વિતડા, હવાભાસ, છાલ, જાતિ અને નિગ્રહસ્થાન: આ ન્યાયસૂત્રના સેળ પદાર્થો છે. * પાંચ અવયવ એ જ ન્યાયવાક્ય અગર પરાથનુમાન કહેવાય છે. ચારે પ્રમાણે તે ન્યાયવાક્યમાં સમાઈ જાય છે. પ્રમેય વિના તે ન્યાય ચાલી શકે જ નહિ. પ્રમેય એ તે ન્યાયનું પ્રતિપાદ્ય વસ્તુ છે. સંશય, પ્રજન અને દષ્ટાંત ન્યાયના પૂર્વગ તરીકે મનાય છે, કારણ કે એ ત્રણ વિના ન્યાયનું ઉત્થાન જ થતું નથી. સિદ્ધાંત એ ન્યાયને આશ્રય છે. તક અને નિર્ણયને ન્યાયના ઉત્તરાંગ માનેલ છે, વાદ, જલ્પ અને વિતંડાની પ્રવૃત્તિ ન્યાયને આધારે ચાલે છે એમ કહ્યું છે. હવાભાસ ન્યાયમાં જ સંભવે છે. છળ, જાતિ અને નિગ્રહસ્થાનને સંબંધ પણ જલ્પ દ્વારા ન્યાય સાથે છે. આ રીતે કેઈ ને કોઈ દષ્ટિએ પંદરે પદાર્થોને સંબંધ અવયાવાત્મક ન્યાય સાથે જોડી શકાય. છે. પણ ન્યાયને ઉપગ શો એ પ્રશ્નનો ઉત્તર વિચારતાં કહેવું પડે છે કે તે કથાને અર્થે છે. કોઈ જાતની કથા હોય તેમાં ન્યાય સિવાય ચાલે જ નહિ. એટલે ઉક્ત ન્યાયસૂત્રમાં પ્રતિપાદિત સોળે પદાર્થોને કથા પદ્ધતિના જ્ઞાનની સામગ્રી જ સમજવા જોઈએ. આ સેળ પદાર્થોના પરિચય માટે અને ખાસ, કરી છળ, જાતિ અને નિગ્રહસ્થાનના વિશેષ ખુલાસા માટે જુઓ. પરિશિષ્ટ ૧. ૧૦. ન્યાયસૂત્ર પહેલાનું કથા પદ્ધતિવિષક સાહિત્ય – જેકે ઉપલબ્ધ સાહિત્યમાં કથા પદ્ધતિને સૌથી પ્રાચીન ગ્રન્થ ગૌતમની પંચાધ્યાયી જ છે, પણ તેના પહેલાં તે વિષયના ગ્રન્થ કે ગ્રન્થ રચાયા નહિ. હેય એમ માનવાને કાંઈ કારણ નથી. તેથી ઊલટું આ પંચાધ્યાયી પહેલાં પણ તે વિષયના ગ્રન્થ જરૂર રચાયેલા હોવા જોઈએ એમ માનવાને. નીચેનાં કારણો છે – (૨) ગૌતમની પંચાધ્યાયીમાં પદાર્થોનું વર્ણન જેટલું સ્પષ્ટ, નિશ્ચિત અને વ્યવસ્થિત છે તે પૂર્વકાલીન વિકાનના તે વિષયના દીર્ઘકાલીન અભ્યાસ અને ચિંતનને વાર સ્વીકાર્યા વિના એકાએક સંભવી ન શકે. (૪) ગૌતમનાં સૂત્રમાં વાદ, જલ્પ અને વિતડાનું સ્વરૂપ અને એમાં જતાં ળ, જાતિ અને નિગ્રહસ્થાનનું સ્વરૂપ, તેની સંખ્યા અને ઉદાહરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68