Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
( ૧૨૩૬ પ્રસિદ્ધ ન હોવાથી વ્યાપ્તિસાધક અન્ય પ્રમાણુની અપેક્ષાને લીધે
સાધ્યસિદ્ધિમાં વિલંબ થાય તે હેતુ વ્યાપક (૨) પ્રસિદ્ધ વ્યાપ્તિને લીધે જે હેતુ જલદી સ્વસાધ્યનું સ્થાપન કરે તે
સ્થાપક. (૩) જે હેતુ પ્રતિવાદીને વ્યાપેહમાં નાખે તે વ્યંસક ૨ (૪) બંસક હેતુથી પ્રાપ્ત થયેલ અનિષ્ટને દૂર કરનાર હતુ તે ષક ૩
આ ચારેનાં ઉદાહરણ ટકામાં આપેલાં છે. તેમ જ તેની વિશેષ સ્પષ્ટતા કરવા ટીકાકારે નિર્યુક્તિને આધારે નાની નાની કથાઓ આપી છે, જે પ્રાચીન કાળમાં વાર્તાકાર વસ્તસ્વરૂપ સમજાવવાની પદ્ધતિની સૂચક હોઈ અહીં આપવામાં આવે છે - (૧) કોઈ અસતી સ્ત્રીએ પિતાના પતિને એમ કહી ઉર્જન મોકલે
કે ત્યાં ટના એક એક લીંડાનો એક એક રૂપિયે ઊપજે છે, તેથી વેચવા જાઓ. લેભમાં પડેલા ધણીના ઉજ્જન ગયા બાદ તેણીએ પિતાને જાર સાથે કાળયાપન કર્યું. તેવી રીતે જે વાદી પ્રતિવાદીને મોહમાં નાખે તે હેતુ મૂકી તેના દૂષણથી
બચી કાળયાપન કરે ત્યારે તે હેતુ વ્યાપક કહેવાય. (૨) કેઈ ધૂર્ત પરિવ્રાજક દરેક ગામમાં એમ કહી ફર્યા કરતે કે
લેકમધ્યમાં આપેલું દાન ફળ આપે છે અને તે હું જાણું છું. આમ કહી તે લેક પાસેથી દાન મેળવતે. આ જોઈ કઈ શ્રાવકે તેને કહ્યું કે લેકોને મધ્યભાગ તો એક જ છે. તે અનેક ગામમાં કયાંથી સંભવે ? આ રીતે તે શ્રાવકે સિદ્ધ કર્યું કે લેકને મધ્યભાગ એક છે તેથી પરિવ્રાજકના કહ્યા પ્રમાણે અનેક ગામમાં ન હોઈ શકે. તેવી રીતે જલદી જ સ્વપક્ષને સિદ્ધ કરે તે
હેતુ સ્થાપક. (૩૪) દીપ-—આ બે હેતુઓ માટે જે કથા આપવામાં આવે છે
તેમાં શબ્દછળ છે. અને તેથી તેમાં છળવાળા બે શબ્દો આવે છે: (૧) શકતિત્તિરિ અને (૨) તર્પણા ડિકા. આ બંને શબ્દના બબે અર્થ થાય છે. એટલે વક્તા જે અર્થ કહેવા ધારે છે તેથી
પ્રતિપક્ષી તેનો ઉલ અર્થ લઈ તેને છળવા પ્રયત્ન કરે છે. એ ૧. જુઓ સ્થાનાંગ ટીકા પૃ. ૨૬૧. . ૨. જુઓ સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૧
૩. , , , * ૨૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org