Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૨૪૦ ]
દર્શન અને ચિંતન
સંધાયસંભાષાના અધિકારીઓનું સ્વરૂપ -જેને ચર્ચાસ્પદ વિષયનું જ્ઞાન અને અન્ય વિષયની માહિતી હોય, જે પિતાને પક્ષ રજૂ કરવા તથા સામાને ઉત્તર આપવાને સમર્થ હૈય, જેને ગુસ્સે ન હોય, જેની વિદ્યા અધૂરી કે વિકૃત ન હય, જે ગુણધી ન હય, જે પોતે સમજી શકે તે હોય અને બીજાને પણ સમજાવી શકે તે હોય, જે સહિષ્ણુ અને પ્રિયભાષી હોય તેવાની જ સાથે સંધાયસંભાષા થાય છે.
સંધાયસંભાષા કરતી વેળાની ફરજો –વિશ્વત થઈને ચર્ચા કરવી, સામાને વિશ્વસ્ત ચિતે પૂછવું, અને વિશ્વસ્ત ચિતે પૂછતાં સામા પ્રતિવાદીને પિતાનું વક્તવ્ય સ્પષ્ટપણે કહેવું; પરાજયના ભયથી ગભરાવું નહિ અને સામાને પરાજિત કરી ખુશ ન થવું સામે બોલનારાઓ વચ્ચે આત્મશ્લાઘા ન કરવી; અજ્ઞાનથી એકાન્તઝાહી (એકતરફી જ) ન થવું; અજ્ઞાત વરતુ ન કહેવી પ્રતિવાદીના અનુનય ( સમજાવટથી બરાબર સમજી જવું, પ્રતિવાદીને પણ વખતે અનુનય કર—આ બધાં કર્તવ્યમાં સાવધાન રહેવું. અહીં સુધી અનુલેમ (સંધાય)સંભાષા વિધિ થઈ.
વિગૃહ્યસંભાષા (વિજયેચ્છામૂલક ચર્ચા):–જે પિતામાં વિદ્યાને ઉત્કર્ષ વગેરે ગુણે જોવામાં આવે તે જ વિગૃહ્યસંભાષામાં ઊતરવું. આ ચર્ચાના અધિકારીનું સ્વરૂપ સંધાયસંભાષાના અધિકારીના ઉપર્યુક્ત સ્વરૂપથી તદ્દન વિપરીત સમજવું. એટલે કે અધૂરા જ્ઞાનવાળા, ધી અને વડીલે હોય તે આ ચર્ચાને અધિકારી હોય છે. વિગ્રસંભાષા (જ કે વિતા ) શરૂ કર્યા પહેલાં પ્રતિપક્ષીની ભાષણવિષયક વિશેષતાઓ, તે પ્રતિપક્ષી પોતાથી ચઢિયાત છે કે ઊતરતે છે એ વિશેષતાઓ અને ખાસ સભાની વિશેષતાઓ એ બધાની પરીક્ષા કરી લેવી. કારણ કે સાચી પરીક્ષા જ બુદ્ધિમાનને કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવા કે નિવૃત્ત થવા પ્રેરે છે.
પરીક્ષા કરવાના ગુણો––શાસ્ત્રાભ્યાસ, તેનું સૂક્ષ્મ જ્ઞાન, યાદદાસ્તી, પ્રતિભા, વફાતિ–આ ઉચ્ચ ગુણ છે.
ગુસ્સે, અનિપુણતા, બીકણપણું, વિસ્મરણશીલતા, અસાવધાનપણું, –આ હલકી જાતના ગુણો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org