Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૪૧
આ બંને પ્રકારના ગુણને પારખી, સમજી તે બાબતમાં પોતાની અને પ્રતિવાદીની તુલના કરવી કે કોનામાં કયા ક્યા ગુણે ઓછાવત્તા છે.
પ્રતિવાદીના પ્રકારે –--પ્રતિવાદી ત્રણ પ્રકારના હોય છે : (૧) પર (પિતાનાથી શ્રેષ્ઠ) (૨) પ્રત્યવર (પિતાથી કનિષ્ઠ) (૩) સમ (પિતાની બરાબરનો). આ ત્રણ પ્રકારે ઉપર્યુક્ત ગુણોની દષ્ટિએ સમજવા નહિ કે ઉમર, વૈભવ આદિ સર્જાશે.
પરિષલ્લા પ્રકારે –સભાના જ્ઞાનવતી અને મૂઢ એવા બે પ્રકારે મુખ્ય છે. અને એ એના પણ મિત્ર, શત્રુ અને ઉદાસીન એ ત્રણ પ્રકારે છે.
જલ્પને વેગ અને અયોગ્ય પરિષદ – જ્ઞાનશક્તિ સંપન્ન હોય કે મૂઢ હૈય, કઈ પણ જાતની શત્રુસભા જલ્પને અગ્ય છે. મિત્રસભા કે ઉદાસીનસભા જે મૂઢ હોય તે તે ગમે તેવાની સાથે અને ગમે તેવી સ્થિતિમાં જ૫ કરવાને યોગ્ય જ છે.
વિગૃહ્યસંભાષા કરતી વખતનાં કર્તવ્ય-કણું અને લાંબાં લાંબાં ન સમજાય તેવાં વાક્યો બેલવાં અત્યંત હર્ષમાં આવી પ્રતિવાદીને ઉપહાસ કરતા જવું; આકૃતિથી સભાનું વલણ જોતા જવું અને પ્રતિવાદી બેલવા લાગે તે એને અવકાશ જ ન આપ; કિલષ્ટ શબ્દો બોલતાં બોલતાં સામાને એમ પણ કહેવું કે “તું તે ઉત્તર જ નથી આપત” અથવા “તારી પ્રતિજ્ઞા તૂટી, પ્રતિવાદી જે ફરી વાદ માટે આહવાન કરે તે તેને કહેવું કે
અત્યારે આટલું જ બસ છે. એક વર્ષ ફરી ગુસેવા કર,' એમ કહી ચર્ચા બંધ રાખવી; કારણ કે એકવાર હાર્યો તે હંમેશને માટે હાર્યો એમ વિદ્વાને કહે છે; એ હારેલ પ્રતિવાદીને ફરી સંબંધ પણ ન કરે. આ બતાવેલ રીતે જ૫ પિતાનાથી શ્રેષ્ઠની સાથે પણ કરે એમ કેટલાક વિદ્વાને કહે છે; જ્યારે બીજા વિદ્વાને તેથી ઉલટું કહે છે. તેઓ કહે છે કે પિતાથી કનિષ્ઠ કે પિતાને સમાન પ્રતિવાદી સાથે મિત્ર કે ઉદાસીન પરિષદમાં જ૫ કરવો ઘટે છે. આ જલ્પ કરતી વખતે પિતાનું અને પ્રતિવાદીનું બલાબલ જેઈ જે બાબતમાં પ્રતિવાદી ચઢિયાતો હોય તે બાબતની પોતાની અયોગ્યતા પ્રકટ કર્યા સિવાય જ કઈ પણ રીતે તે બાબતને ટાળી દઈ તેમાં જ૫ ન કરે; અને જે બાબતમાં પ્રતિવાદી દુર્બલ હેય, તે જ બાબતમાં તેને જલ્પદ્વારા શીઘ હરાવો.
દુર્બલને જલદી પરાજિત કરવાના ઉપાયો –જેને શાસ્ત્રપાઠ યાદ ન હેય તેને મોટા મોટા સૂત્રપાઠ ગગડાવીને, જે અર્થજ્ઞાન વિનાને હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org