Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 42
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૩૭ ૌદ્ધ વિદ્વાનો ત્રણ અવયવોને જ પ્રયોગ આવશ્યક સમજી અને કોઈ જ માત્ર હેતુનો જ પ્રવેગ આવશ્યક સમજી વધારે અવયવોના પ્રવેગને અધિક નામનું નિગ્રહસ્થાન માનતા. તેમ જ સાંખ્ય પ્રથમના ત્રણ અને મીમાંસકે ઉપનય સુધીના ચાર અવયવોને જ પ્રયોગ માનતા; ત્યારે જૈન તાર્કિકેએ કહ્યું કે અપેક્ષાવિશેષથી બે પાંચ અને દશ અવયવ સુધ્ધાં યોજી શકાય છે; તેમાં કાંઈ દૂષણ નથી. આ વિષયના લાંબા શાસ્ત્રાર્થો એ કથા પદ્ધતિના અંતર્ગત ન્યાયવાક્ય ઉપરને વિદ્વાનને બુદ્ધિ વ્યાયામ સૂચવે છે. મધ્ય –નિયુકિત પછી આપણે ભાષ્ય ઉપર આવીએ છીએ. નિક્તિમાં વર્ણવેલ વસ્તુ ભાગ્યમાં આવે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુવિશુદ્ધિ આદિ અવશ્ય કેવી રીતે ઘટાવવા એ દશકાલિનિર્યુક્તિના ભાગ્યમાં બતાવ્યું છે ( પૃ. ૬૩). તે ઉપરાંત કથા પદ્ધતિને લગતું વધારે વર્ણન ભાષ્યમાં હોવું જોઈએ એનું પણ સૂચન મળે છે. આચાર્ય હરિભદ્રના વાદનામક બારમા અષ્ટક ઉપરની જિનેશ્વરસૂરિની ટીકામાં એક પ્રાકૃત ગાથા છે. સંભવતઃ આ ગાથા કઈ ભાષ્યની હશે. તેમાં કેની સાથે વાદ કરે અને કેની સાથે ન કરે તથા ક્યારે કરે અને ક્યારે ન કરવો એ પ્રસંગમાં જણાવેલું છે કેઃ “ધનવાન, રાજ, પક્ષવાન, (લાગવગવાળે), બળવા, ઉગ્ર, ગુરુ, નીચ અને તપસી ” એટલાની સાથે વાદ ન કરો. ભાષ્યના વધારે અવકનથી આ વિશ્વમાં વધારે પ્રકાશ પડવાનો ચોક્કસ સંભવ છે. જૂળ ભાષ્ય પછી ચૂર્ણિ આવે છે. જે નિર્યુક્તિ અને ભાગમાં હોય તે ચૂર્ણિમાં આવે જ. નિશીથયુર્ણિમાં આ વિષયને લગતું વધારે વર્ણન છે એમ આચાર્યશ્રી જિનવિજયજી મહારાજ તરફથી મને માહિતી મળી છે. પણ તે થુર્ણિ હસ્તલિખિત અને વિસ્તૃત હોઈ અત્યારે તુરત તેનો પાઠ આપ કે પૃષ્ઠઅંક સૂચવે શક્ય નથી. ટી -મૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને શૂર્ષિ એ ચાર પ્રવાહમાં એકત્ર ૧. જુઓ દિનાગનાં ન્યાયપ્રવેશમૂ. નં. ૧૦. તથા પ્રમાણુનયતવાકાલંકાર. પરિ. ૩, સુ. ૨૩, સ્યાદાદરના કટકા તથા “અષ્ટસહસ્ત્રી" પૃષ્ઠ ૮૪. ૨. બૌદ્ધ મન્યતા વિષે હેમચંદ્ર આ પ્રમાણે ઉલ્લેખ કરે છે – ચાહુ સારા, વિદુષો વારો હેતુtવ છે : ” T WIળકોમાં અ. ૨, શા. ૧, વૃત્તિ It Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68