Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું' દિગ્દર્શન
[ ૧૨૧૩
૧૬, છેલ્લા યુગઃ——વિજયવૃત્તિની પ્રધાનતાનું તવ મધ્યવર્તી અને ઉત્તરવી એ બંને સમયના વિદ્વાનેમાં સમાન હાવા છતાં તેનું સાહિત્ય અમુક લક્ષણોથી ખાસ જુદું પડે છે. મધ્યવર્તી સમયનું સાહિત્ય ખંડનમાઁડન પદ્ધતિથી ઊભરાય છે ખરું. પણ તેમાં પ્રતિવાદીનું ખંડન કરતાં ભાષામાં એટલી કટુકતા નથી આવી જેટલી ઉત્તરવતી સમયના સાહિત્યમાં આવી છે. તેમ જ તે મધ્યવર્તી સાહિત્યના લખાણમાં ભાષાના પ્રસાદ અને અનુ ગાંભીય હાય છે, જ્યારે ઉત્તરવતી સમયના સાહિત્યમાં શાબ્દિક ચમત્કાર વધતા ગયા છે. અને પરિણામે ઘણા ગ્રન્થમાં અહીન શાબ્દિક પાંડિત્યને લીધે શુષ્કતા આવી ગઈ છે.
ઉત્તરવી સમયના સાહિત્યમાં પણ મધ્યવતી સમયની પેઠે વાદપદ્ધતિ વિષે સૌથી પહેલાં જૈન સાહિત્ય જ ધ્યાન ખેંચે છે. તેનુ કારણ એ છે કે પ્રસ્તુત વિષયને લગતું બૌદ્ધ સાહિત્ય તો આ સમયમાં અહીં રચાયું જણાતું નથી. બ્રાહ્મણ સાહિત્ય પુષ્કળ રચાયું છે ખરું, પણ તે મોટે ભાગે અક્ષપાદ ગૌતમનાં કથાપદ્ધતિવિષયક સૂત્રેાની વ્યાખ્યા અને વ્રુત્તિરૂપે હાઈ નવી પરિસ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પાડતું નથી; જ્યારે જૈન સાહિત્યમાં વાદપદ્ધતિવિષયક કેટલીક ખાસ કૃતિ એવી છે કે જેનાથી એ વિષયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ઉપર થાડે! પણ નવીન પ્રકાશ પડે છે.
• આ સમયમાં મુખ્ય ચાર આચાર્યોએ વાદપદ્ધતિ વિષે લખ્યું છે : (૧) હરિભદ્રસૂરિ, * (ર) વાદી દેવસૂરિ, (૭) હેમચંદ્રસૂરિ અને (૪) વાચક યશે!વિજય. વાચક યશોવિજયની કૃતિએ...ત્રિશિકાએ-સ્વતંત્ર હાવા છતાં વસ્તુદૃષ્ટિએ તેને હરિભદ્રની કૃતિની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા જ કહેવી જોઈ એ. તેથી નવીનતાની દૃષ્ટિએ અહીં પ્રથમના ત્રણ આચાર્યોની કૃતિને જ વિચાર કરવા પ્રાપ્ત થાય છે.
આચાર્ય હરિભદ્ વિક્રમની નવમી શતાબ્દીના વિદ્વાન હતા. તે પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્નાન હતા. જોકે નિવૃત્તિપ્રધાન શ્રામણી દીક્ષા લેવાને લીધે તેઓની વૃત્તિ પ્રશમરાભિમુખ હતી, છતાં પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન તરીકેના વિદ્યાગાદીના વ્યાયામ અને વિજયવૃત્તિના આંદોલનવાળા સ્પર્ધાશીલ સંપ્રદાયેાના વાતાવરણને લીધે તેમાં વિયેચ્છા પણ ઉદ્ભવેલી. જોકે અનિવાય પ્રસંગ આવતાં તેએ વાદના અખાડામાં ઊતર્યા પણ છે અને સમયની દૃષ્ટિએ હરિભદ્રસૂરીને છેલ્લા યુગમાં મૂકયા છે. પણ પ્રાસાદિક શૈલી અને અર્થગાંભીયની દૃષ્ટિએ તેમને મધ્યયુગના ગણવા જોઈએ. સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org