Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧ર૧૪]
દર્શન અને ચિંતન રાજસભામાં વિજય મેળવ્યું છે, તેમ જ તેવા વિજયના ઉલ્લાસમાં ખંડનમંડનાત્મક પ્ર લખી તેમાં જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાન્ત સ્વાવાદની જયપતાકા પણ ફરકાવી છે, છતાં તેઓની સહજ પ્રવૃત્તિ અને સૂક્ષ્મ દૃષ્ટિએ તેઓને વસ્તુસ્થિતિનું ભાન પણ કરાવ્યું હોય તેમ પણ લાગે છે. તેઓને એ જાતિઅનુભવ થયેલે લાગે છે કે વાદોમાં વિજયેછામૂલક વા, જેને વિતષ્ઠા કે જલ્પ કહીએ છીએ તે, ઉભય પક્ષને હાનિકારક છે, અને વાદકથા કરવાનું જેટલું સામર્થ હોય અને તે કરવી જ હોય છે તે નિર્ણયની ઈચ્છાથી જ કરવી.
વાદપ્રિય વિદ્વાનોના પરિહાસધારા વાદકથાની હેયતાનું જે સુચન પિતાના પૂર્વજ અને શ્રદ્ધાપદ આચાર્યો વાદદાત્રિશિકામાં કર્યું હતું તે જ સૂચનને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નાની કૃતિનું રૂપ આપી આચાર્ય હરિભકે વાદપદ્ધતિ વિષે પિતાના વિચારે બતાવ્યા છે. આ આચાર્યે આઠ આઠ લેક પ્રમાણ અષ્ટક એવાં બત્રીસ અષ્ટકને એક ગ્રન્થ લખે છે, જેમાં અનેક પ્રકીર્ણ વિષયો ઉપર ગંભીર અને સમભાવયુક્ત વિચારે પ્રકટ કર્યા છે. એમાં ૧૨મું અષ્ટક વાદ વિષય ઉપર છે, જેની અંદર વાદના શષ્યવાદ, વિવાદ અને ધર્મવાદ એવા ત્રણ ભેદ પાડેલા છે. જોકે આ ત્રણ નામે નવાં છે પણ તે અક્ષપાદની કથા પદ્ધતિના વિતડા, જલ્પ અને વાદના અનુક્રમે સૂચક છે. આ અષ્ટકમાંના નામકરણ અને વર્ણનમાં વિશેષતા એ છે કે તે ઉપરથી વિદત્સમાજની પરિસ્થિતિનું ચિત્ર માનસ સામે આબેહૂબ ખડું થાય છે. ત્રણે વાદનું સ્વરૂપ, પરિણામ અને હેપાદેયતા અષ્ટકમાં આ પ્રમાણે છે : (૪) અત્યન્ત માની, ક્રૂર ચિતવાળા, ધમપી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે એક સાધુસ્વભાવવાળાને જે વાદ તે શુષ્કવાદ. (7) ભૌતિક લાભ અને ખ્યાતિની ઈચ્છા રાખનાર દરિદ્ર અને અનુદાર ચિત્તવાળા પ્રતિવાદીની સાથે જે છીજાતિપ્રધાન વાદ તે વિવાદ. (પરલોકમાં માનનાર, કદાગ્રહ વિનાના અને સ્વશાસ્ત્રમાં તને બરાબર જાણનાર એવા બુદ્ધિમાન પ્રતિવાદી સાથે જે વાદ તે ધર્મવાદ.
પરિણામ–(૪) શુષ્કવાદમાં વિજય અને પરાજય એ બંનેનું પરિણામ અનિષ્ટ જ છે. જે પ્રતિવાદી સમર્થ હોઈ તેનાથી વાદીને પરાજય મળે તે પરાજિતને નીચું જેવું પડે અને તેને લીધે તેના આખા સંપ્રદાયની લેકે નિંદા કરે. જે પ્રતિવાદી પિતે જ હારે તે તે અલબત્ત અભિમાની અને દુષ્ટ સ્વભાવવાળો હાઈ જીતનારને કોઈ ને કોઈ ભયંકર આફતમાં નાખવાને પ્રયત્ન કરે અગર તે પોતે જ પરાજયને લીધે થનાર નિંદાના ભયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org