Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૨૧૬ ]
દર્શન અને ચિંતન
ધવાદ અષ્ટકમાં કરેલું છે. તે સંચમ અને ચારિત્રને જીવનની મુખ્ય વસ્તુ માનતા હોવાથી કહે છે કે ધર્મવાદમાં પણ પ્રમાણ વગેરે અનુપયોગી વિષયેા ઉપર વાદ ન કરવેશ. માત્ર સયમનાં તત્ત્વો ઉપર ધર્મવાદ કરવા,
હરિભદ્ર પછી દેવસૂરિનું નામ આવે છે. તે વાદીના વિશેષણથી પ્રસિદ્ધ છે. તેઓએ પણ રાજસભામાં શાસ્ત્રાર્થ કર્યો છે અને જયલાભ કર્યો છે. સિદ્ધરાજની સભામાં લઘુવયરક હેમચંદ્રાચાય ને મદદમાં રાખી તેઓએ કુમુદચંદ્ર નામના દિગમ્બરાચાય સાથે વાદ કર્યાંનું અને તેમાં વિજય મેળવ્યાનું વન શ્વેતામ્બર સાહિત્યમાં છે. આ વિજયલાલ પછી તેઓએ એક મહાન ગ્રંથ લખ્યો છે. પરમાણુમાં તેની ખરાખરી કરનાર સંસ્કૃત દનસાહિત્યમાં બીજો કાઈ અથ રચાયા હોય તેવું મારી જાણમાં નથી. વાદી દેવસૂરિના એ, સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યા સહિત પ્રમાણનયતત્ત્વાલે કલકાર નામને ગ્રન્થ આર્ટ પરિચ્છેદ્યમાં વહેંચાયેલો છે. તેમાં આઠમે! પરિચ્છેદ વળ વાદને લગતો છે અને તેમાં વાદને લગતા વિષયેાનું અત્યન્ત સ્પષ્ટ અને મનારજક વન છે. તે વાદકથાને ઈતિહાસ જાણવા ઇચ્છનારનું ખાસ ધ્યાન ખેંચે તેવા છે. તેમાં વાદી, પ્રતિવાદી, સન્મ્યા અને સભાપતિ એ ચાર અગાનું સાંગાપાંગ વર્ણન છે. વાદી અને પ્રતિવાદીના ભેદ-પ્રભેદ કરી તેમાં સાળ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અને તેમાં કઈ કઈ જાતના વાદીને કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સભવી શકે અને કઈ જાતના સાથે ન જ સંભવી શકે એ બતાવવામાં આવ્યું છે. તેમાં બતાવેલા વાદી અને પ્રતિવાદીના કુલ સોળ પ્રકારામાં ફક્ત ખાર પ્રકારોમાં જ અરસપરસ વાદકથા સંભવી શકે તેમ જણાવ્યું છે. વાદી અને પ્રતિવાદી એ ખતે વાદકથાના પ્રાણ હાઈ તેઓનુ શું શું કર્તવ્ય છે તે જણાવ્યું છે. સાથે જ સભ્યો વિના વાદકથા ન ચાલતી હોવાથી તેઓ કેવા પ્રકારની ચેગ્યતાવાળા હોવા જોઈ એ અને તેઓનું સભ્ય તરીકે શું કર્તવ્ય છે તે બતાવ્યું છે. કાઈ પણ વાદકથા સભામાં જ ચાલે અને સભા તે નાયક વિના ન જ હેાય તેથી તેમાં શક્તિવાળા સભાપતિ હોવા જોઈએ અને તેનુ સભાપતિ તરીકે શું કર્તવ્ય છે એ પણ તેઓએ વર્ણવ્યું છે. આ રીતે વાદકથાનાં ચાર અંગો, તેઓનુ સ્વરૂપ અને કવ્યું એ બધુ ખુલાસાવાર અતાવ્યા બાદ છેવટે વાદકથાની નર્યાદા પણ બતાવવામાં આવી છે. વાદ્ય વિજય અને નિર્ણય બંનેની ઇચ્છાથી થાય છે અને એ બધાની કાલમર્યાદા સમાન ન જ હાઇ શકે તેટલા માટે વિવેકપૂર્વક દરેક જાતના વાદની જુદી જુદી કાલમર્યાદા નોંધી છે. આ રીતે જેમ આજકાલ સામાજિક અને રાજકીય વિષયાની નિયમબદ્ધ ચર્ચા થવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org