Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 22
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧ માટે સભાના નિયમ-ઉપનિયમનું વર્ણન કરનારા પશ્ચિમીય પુસ્તક હોય છે તેમ ધાર્મિક પ્રદેશમાંથી સર્ભરૂપમાં જન્મ પામેલી ચર્ચાપદ્ધતિને વિકાસ થતાં થતાં તેનું વિકસિત રૂપ ભારતવર્ષમાં ક્યાં સુધી પહોંચ્યું હતું તેને કાંઈક ખાલ વાદી દેવસૂરિના ચતુરંગ વાદના વિસ્તૃત વર્ણનથી આવી શકે છે. વધારે વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ 1. . વાદી દેવસૂરિ પછી આચાર્ય હેમચંદ્ર આવે છે. આ આચાર્ય સાહિત્યની તત્કાલીન બધી શાખાઓમાં નિર્ભયપણે સંચાર કરનારા હતા. તેથી જ તેઓએ એકલે હાથે ભારતીય સરસ્વતી મંદિરની અનેક શાખાઓને પિતાની કૃતિઓથી અજબ રીતે દીપાવી છે. તેઓની કૃતિઓ ન હોય તે ગૂજરાતનું સંસ્કૃતવાલ્મય પિતાનું વિશિષ્ટ તેજસ્વીપણું ન જ બતાવી શકે અને જેના ભંડાર તે એક રીતે સૂના જ દેખાય. રાજગુરુ, ધમપ્રસારક અને સાહિત્યપિષક એ બહુશ્રુત લેખકને એક ન્યાયવિષયક ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જેનું નામ પ્રમાણમાંમાંસા છે. અક્ષપાદ ગૌતમની પંચાધ્યાયી( ન્યાયસત્ર )નાં જે બે અનુકરણ જોવામાં આવ્યાં છે તેમાંની એક દિગંબરાચાર્ય અમૃતચંદ્રની અને બીજી શ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની પંચાધ્યાયી છે. આ બંને પંચાધ્યાયીઓ પૂર્ણ ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રની પંચાધ્યાયી પદ્યમય છે અને તેમાં માત્ર સાંપ્રદાયિક તત્વે છે, જ્યારે હેમચંદ્રની પંચાધ્યાયીમાં સૂત્ર અને વ્યાખ્યાને ક્રમે છે અને તેમાં પ્રમાણ, પ્રમેય આદિ દાર્શનિક તવે છે. તેથી તેનું નામ પ્રમાણમીમાંસા રાખેલું છે. આ પ્રમાણમીમાંસાને દેઢ અધ્યાય એટલે ત્રણ આહ્નિક પણ પૂરાં ઉપલબ્ધ નથી. છતાં સદ્ભાગ્ય એટલું કે ધર્મોની ક્રૂરતા અને અજ્ઞાનના સર્વનાશક પંજામાંથી જેટલે ભાગ બચી ગયેલ રહ્યો છે તેમાં પ્રસ્તુત વિષય વાદને લગતું કેટલુંક વર્ણન સચવાઈ રહ્યું છે. હેમચંદ્રનું એ વર્ણન માત્ર ગ્રંથપાઠનું પરિણામ નથી, પણ તેની પાછળ જાગરુક અનુભવ અને વહેતી પ્રતિભા છે. વિક્રમ સંવત ૧૧૮૧ માં અણહિલપુર પાટણ મુકામે થયેલા કુમુદચંદ્ર સાથેના દેવસૂરિના પ્રસિદ્ધ વાદ વખતે તરુણ હેમચંદ્ર હાજર હતા, એ ઉપર જણાવ્યું છે. ત્યાર બાદ રાજસભા અને ચર્ચાના અખાડામાં તે વિદ્વાને પચાસથી વધારે વર્ષ સફળતાપૂર્વક કુસ્તી કરેલી. એનું અને તેઓના અદ્ભુત, શાસ્ત્રવ્યાસંગનું ભાન આ બચેલા પ્રમાણમીમાંસના ટુકડાનાં વા વાક્યમાં થાય છે. પ્રમાણુમીમાંસા લખતી વખતે હેમચંદ્રના મગજમાં દાર્શનિક વેદિક ગ્રંથો અને બૌદ્ધગ્રંથો અને પૂર્વવતી જૈન ગ્રંથે રમી રહ્યા હોય તેમ લાગે છે. જેમ બીજી કૃતિઓમાં તેમ પ્રમાણુમીમાંસામાં પણ હેમચંદે સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68