Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સ્થાપકૃતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
F ૧૨૨૧
(૩) કાઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી તેના કૃતકત્વ સાધથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતા હાય ત્યારે કહેવુ કે જો કૃતકત્વ સાધથી ટની જેમ શબ્દ અનિત્ય સિદ્ધ થતા હેાય તે બટની પેઠે જ તે મૂર્ત પણ સિદ્ થાય અને જો શબ્દને મૂર્ત ન માને તે અનિત્ય પણ ન માને. આ રીતે ઉત્કર્ષ દ્વારા દૂષ્ણ આપવું તે ઉત્કર્ષ સમ.
(૪) પૂર્વોક્ત જ પ્રયોગમાં કહેવુ` કે જે કૃતકત સાધી ધટની જેમ રાખ્તને અનિત્ય સિદ્ધ કરી તો તે જ સામ્યથી શબ્દ પટની મ અશ્રાવણ ( શ્રવણે દ્રિયથી અગ્રાહ્યું પણ સિદ્ધ થાય. અને જો શબ્દને અશ્રાવણ ન માને તે! પછી દૃષ્ટાંતથી તેને અનિત્ય પણ ન મા; આ રીતે અપકારા દૂષણ આપવુ તે અપકસમ.
·
(૫–૬) વણ્ય એટલે વર્ષાંત કરવા યોગ્ય સાધ્ય ધર્મ અને અવણ્ય એટલે વર્ણન કરવાને અયોગ્ય દૃષ્ટાંતધમ, આ ખતે વણ્યું અને અવશ્ય એવા સાધ્ય તથા દાંતધર્મોના વિપર્યોસ ફરવાથી જે દૂષણ પ્રાપ્ત થાય છે તે સમ અને અવણ્યસમ જાતિ. આ બંનેનુ ઉદાહરણ : જેમકે કાઈ ઘટદષ્ટાંતથી કૃતકત્વ હેતુારા શબ્દને અનિત્ય સિદ્ધ કરતા હાય ત્યારે કહેવુ કે શબ્દમાં જેવું કૃતકત છે તેવુ કૃતકત ઘટમાં નથી. અને વટમાં જેવુ છે તેવુ શબ્દમાં નથી. પક્ષ અને દૃષ્ટાં તના ધર્માં તે સમાન ક્લેઈએ. અહીં તે શબ્દ કરતાં ઘટનું કૃતકત જીદુ' છે. કારણ કે વટ કુંભકાર વગેરે કારણોથી અને છે. અને શુદ્ કું, તાળુ આદિના વ્યાપારથી બને છે. આ રીતે દૂષણ આપતાં વણ્ય - સમ અને અવણ્યસમ અને જાતિ સાથે આવી જાય છે.
(૫) કાઈ રૂ વગેરે કૃતક વસ્તુ મૃદુ હોય છે તે કાઈ પથ્થર વગેરે કૃતક વસ્તુ કર્ટિન હેાય છે. આ રીતે જો કૃતક વસ્તુ એ પ્રકારની મળે. છે તો પછી કાઈ ઘટાદિ કૃતક વસ્તુ અનિત્ય અને શબ્દાદિ કૃતક વસ્તુ નિત્ય એમ પણ હોય. આ રીતે વિકલ્પ દ્વારા દૂષણ આપવું તે વિકલ્પસમ.
(૮) જેવા ઘટ તેવા શબ્દ છે એમ કહેતા હૈા તે જેવા શબ્દ તેવા કંટ એમ પણ પ્રાપ્ત થાય. અને તેમ થાય તો શબ્દ સાધ્યું હોઈ ઘટ પણ સાધ્ય જ ગણાય. હવે સાધ્ધનું દૃષ્ટાંત સાધ્ય હોઈ શકે નહિ. દૃષ્ટાંત તે સિદ્ધ જ હાવુ જોઈ એ. જો દૃષ્ટાંતને સિદ્ધ માતા તે શબ્દ અને ઘટ વચ્ચે અસમાનતા આવવાથી તે બિલકુલ જ દૃષ્ટાંત ન થઇ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org