Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 33
________________ ૧૧૨૮ ! દર્શન અને ચિંતન (૧૬) વાદી પક્ષ સમજાયો પણ હોય અને તેનું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય તો ઉત્તર ન સ્ફરે તે પ્રતિવાદી હારે છે ત્યાં અપ્રતિભા નિગ્રહસ્થાન. (૧૭) સિદ્ધ કરવા ધારેલ વસ્તુનું સાધન અશકય જણાવાથી કઈ પણ બહાનું કાઢી ચર્ચાને ભંગ કરવામાં આવે, જેમ કે “મારું અમુક ખાસ કામ રહી ગયું છે” અગર “મારું ગળું બેસી ગયું છે” ઈત્યાદિ, તો તે વિક્ષેપ નિગ્રહસ્થાન. (૧૮) કાઈ કહે કે તું કઈ નામીચા) પ્રસિદ્ધ ચેરની જેમ “પુષ” હોવાથી ચેર છે (કારણ પિલે ચોર પણ “પુષ” છે) ત્યારે તે દૂષણ દૂર કરવાને બદલે સામાને કહેવું કે “તું પણ પુરુષ” હેવાથી તે પ્રસિદ્ધ ચોરની પેઠે ચોર છે. આ કથનમાં સામાને ચોર સાબિત કરવા જતાં સામાએ પિતાની ઉપર મૂકેલો ચોરનો આરોપ સ્વીકારાઈ જાય છે. તેથી તે મતાનુસા નિગ્રહસ્થાન કહેવાય છે. (૧૯) પિતાની સામે બેલનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયું હોય છતાં વાદી તેની ઉપેક્ષા કરે એટલે કે “તું અમુક નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયું છે ” તેવું ઉભાવન ન કરે તે તે પર્યાપેક્ષણનિગ્રહસ્થાનને પ્રાપ્ત થઈ પરાજય પામે છે. આ નિગ્રહસ્થાનનું ઉદ્દભાવન સભા કરે છે. કારણ કે કઈ પિતાની મેળે તે પોતાની હાર કબૂલી પિતાની ઈજજતને લંગોટ ખુલ્લે કરવા તૈયાર ન જ હોય. (૨૦) નિગ્રહસ્થાનને નહિ પ્રાપ્ત થયેલ છતાં તેને નિગ્રહસ્થાનથી દૂષિત કરે તે નિરનું જ્યાનુગ નામનું નિગ્રહસ્થાન. (૨૧) જે સિદ્ધાંત સ્વીકારી ચર્ચાની શરૂઆત કરી હોય તે સિદ્ધાંતથી વિરુદ્ધ ચર્ચા કરવી તે અપસિદ્ધાંત નિગ્રહસ્થાન; જેમ કે: પૂર્વમીમાંસાને સિદ્ધાંત સ્વીકારી કઈ કહે કે અગ્નિહોત્ર સ્વર્ગપ્રદ છે. જ્યારે બીજે કોઈ પૂછે કે અગ્નિહેાત્ર તે ક્રિયાત્મક હેવાથી તે ક્રિયા પૂરી થતાં સત્વર નાશ પામે છે. અને નષ્ટ થયેલ વસ્તુથી સ્વર્ગ કેવી રીતે સંભવે ? ત્યારે તેને ઉત્તર આપતાં એમ કહેવામાં આવે કે અગ્નિહોત્રદ્વારા પ્રસન્ન થએલ મહેશ્વર સ્વર્ગ આપે છે. આ ઉત્તરમીમાંસાશાસ્ત્રથી વિરુદ્ધ છે. મીમાંસાના સિદ્ધાંતને મહેશ્વર માન્ય નથી. એટલે આ ઉત્તર પ્રથમ સ્વીકારેલ સિદ્ધાંતથી વિરુદ્ધ જતા હોવાથી અપસિદ્ધાંત નિગ્રહસ્થાન કહેવાય છે. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ આદિ પાંચ હેત્વાભાસે પણ નિગ્રહસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68