Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૨૧૮ ]
દર્શન અને ચિંતન હેમચંદ્ર જેમ પૂર્વવત અંલકારશાસ્ત્રીઓએ માનેલા અંલકારેનું કાવ્યાનુશાસનમાં ટૂંકું વગીકરણ કરે છે તેમ તે અક્ષપાદ અને ચરકે વર્ણવેલી કથાઓની સામે પ્રમાણમીમાંસામાં વાંધો લઈ માત્ર એક વાદકથાને જ સ્વીકારે છે, અને અસદુત્તર એટલે જાતિના પ્રોગવાળા જલ્પને જુદું સ્થાન આપતા નથી. પરાજય અધિકરણની સમીક્ષા કરતાં હેમચંદ્ર અક્ષપાદ અને તેના
અનુગામી વાત્સ્યાયન તથા ઉદ્યોતકરે સ્વીકારેલા નિગ્રહસ્થાનના સામાન્ય અને વિશેષ સ્વરૂપને અધૂરું બતાવ્યું છે, તેમ જ ધર્મકીર્તિ આદિ બૌદ્ધ વિદ્વાનોએ માન્ય કરેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને પણ તેમણે એકદેશીય સાબિત કર્યું છે;
અને અકલંક તથા વિદ્યાનંદી આદિ જૈનાચાર્યોએ વર્ણવેલ નિગ્રહસ્થાનના "સ્વરૂપને તેમણે માન્ય રાખેલું છે. વિદ્યાનંદીની પત્ર પરીક્ષાનું સ્મરણ કરાવે તેવું પત્ર પરીક્ષણ હેમચંદ્ર આરંળ્યું છે પણ એ આરંભમાત્રમાં જ ગ્રંથ ખંડિત થઈ જાય છે. વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ પ, વિભાગ ૨.
ઉતરવર્તી બ્રાહ્મણ સાહિત્યમાં પણ એક એ પ્રખ્ય છે કે જે સ્વતંત્ર કૃતિ નથી કિન્તુ પ્રાચીન ગ્રન્થની વ્યાખ્યા છે. છતાં તેમાં ભારતીય વિદ્વાનોની કથા પદ્ધતિના નિયમ-ઉપનિયમનું અને દરેક અંગેનું પ્રગતિ પામેલું વર્ણન છે. આ ગ્રન્થ તે બંગાલી વિદ્વાન વિશ્વનાથ તર્ક પંચાનનની અક્ષપાદ ગૌતમના સૂ ઉપરની વૃતિ. એ વૃત્તિમાં પણ સભાપતિ કે હું જોઈએ, તેનું કર્તવ્ય શું, સભ્યો કે, અને શા કામ માટે હોવા જોઈએ, દરેક કથા કરે કમે ચાલવી જોઈએ એ બધું વર્ણન વાદી દેવસૂરિના વર્ણન જેવું વિગતવાર છે. ૧૭વિગત માટે જુઓ પરિશિષ્ટ ૬. આ રીતે કથા પદ્ધતિના સ્વરૂપને અને તેના સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ અક્ષપાદનાં મૂળ સૂાથી શરૂ થઈ તેની જ વૃત્તિમાં વિરમે છે.
પરિશિષ્ટ ૧
ન્યાયના સેળ પદાર્થો લ, જાતિ અને નિગ્રહસ્થાની સ્પષ્ટ માહિતી સાથે " ૧ પ્રમાણ યથાર્થ જ્ઞાનનું સાધનઃ તે ચાર છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપ
માન અને શબ્દ ૨ પ્રમેય યથાર્થ જ્ઞાનને વિષય બની શકે છે. તે બાર છે. આત્મા,
૧૭ જુઓ ન્યા. સૂ. અ. ૧, આ. ૨, ૧-૨. વિશ્વનાથની તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org